સલમાનનો આગામી ફિલ્મ 'ભાઈજાન'નો ફર્સ્ટ લૂક વાયરલ, એકટરે શેર કરી તસવીર

August 19, 2022

બોલીવૂડમાં બોયકોટના વાયરલ થયેલા ટ્રેન્ડ અને તેને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે સુપર સ્ટાર સલમાન ખાનનો તેની આગામી ફિલ્મ ભાઈજાનનો લૂક વાયરલ થયો છે.

આ ફિલ્મનુ ટાઈટલ પહેલા ..કભી ઈદ , કભી દિવાલી..રાખવામાં આવ્યુ હતુ પણ પછી બદલીને ભાઈજાન કરવામાં આવ્યુ હતુ.જોકે આ ફિલ્મમાં સલમાનખાનનો લૂક પહેલી વખત સામે આવ્યો છે.

સલમાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટોગ્રાફ શેર કર્યો છે.જેમાં તે લેહ લદ્દાખના લોકેશન પર બાઈક સાથે નજરે પડે છે.ફિલ્મના રોલ માટે સલમાને વાળ વધાર્યા છે.સાથે સાથે તે ચશ્મા અને ગ્રીન આઉટફિટમાં દેખાય છે.