રાતે 12 વાગે 'Avatar 2'નો પહેલો શો, થિયેટર્સમાં 24 કલાક ચાલશે ફિલ્મ

November 22, 2022

જેમ્સ કૈમરૂનની મૂવી અવતાર દ વે ઓફ વોટર રીલિઝ થવા માટે તૈયાર છે. ફેન્સ પણ નાવીની દુનિયામાં ફરી પરત આવવા માટે તૈયાર છે. સિનેમાનો ચહેરો બદલીને રાખી દેનારી ફિલ્મ અવતારની સિક્વલ અવતાર 2 અનેક ભાષામાં 16 ડિસેમ્બરે રીલિઝ થશે.

સારી વાત એ છે કે ભારતમાં પણ તમામ ફોર્મેટમાં તેનું એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. તેની સાથે ટ્વિટર પર #AvatarTheWayofWater ટ્રેન્ડ થવા લાગ્યું છે. તેનું નવું ટ્રેલર અને પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર છવાયું છે. અવતાર 2ને અંગ્રેજી, હિંદી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રીલિઝ કરી શકાશે. ભારતમાં દરેક ફોર્મેટમાં તેનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. આ ફિલ્મના શો ભારતના કેટલાક સિનેમાઘરોમાં 24 કલાક ચાલશે. પહેલો શો 16 ડિસેમ્બરે રાતે 12 વાગ્યાથી શરૂ કરાશે.