વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે:દેશમાં બપોરે 1.42 વાગ્યાથી સાંજે 6.41 સુધી રહેશે ગ્રહણ; માત્ર લદ્દાખ અને અરુણાચલમાં દેખાશે

June 10, 2021

મુંબઈ : આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. તે નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયામાં જોવા મળશે. ભારતમાં ગ્રહણ સૂર્યાસ્ત પહેલા લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં દેખાશે. આ દિવસે 148 વર્ષ પછી શનિ જયંતિનો પણ સંયોગ બની રહ્યો છે. આ પહેલા શનિ જયંતિ પર સૂર્યગ્રહણ 26 મે 1873ના રોજ થયુ હતું.

વેબસાઈટ ટાઈમ એન્ડ ડેટના જણાવ્યા મુજબ ભારતીય સમય મુજબ બપોરે 1 વાગ્યાને 42 મિનિટથી લઈને સાંજે 6 વાગ્યાને 41 મિનિટ સુધી સૂર્યગ્રહણ રહેશે. એટલે કે ભારતમાં સૂર્યગ્રહણનો કુલ સમય લગભગ 5 કલાક જ હશે.

ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે ત્યાં જ સૂતક લાગશે
સૂર્યગ્રહણનુ સુતક ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ જ્યાં ગ્રહણ દેખાય છે, ત્યાં સૂતક માનવામાં આવે છે. સૂતક દરમિયાન કોઈ પણ શુભ કામ કરવામા આવતુ નથી. આ દરમિયાન ખાવાનુ બનાવવું અને ખાવાને પણ સારુ માનવામાં આવતુ નથી. એટલે સુધી કે સૂતકના સમય દરમિયાન મંદિરોના દ્વાર પણ બંધ કરવામાં આવે છે. જોકે આજનુ સૂર્યગ્રહણનુ સુતક લદ્દાખ અને અરુણાચલને છોડીને દેશના બાકીના હિસ્સાઓમાં માન્ય નહિ ગણાય, કારણ કે બાકીની જગ્યાઓએ ગ્રહણ દેખાશે જ નહિ.

સૂર્યગ્રહણ શું હોય છે?
જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે તો તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ દરમિયાન સૂર્યમાંથી આવતો પ્રકાશ ચંદ્ર વચ્ચે આવવાના કારણે ધરતી સુધી પહોંચી શકતો નથી અને ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરતી રહે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્રમા. આ કારણે ત્રણે-ત્રણ ક્યારેકને ક્યારેક એકબીજાની સીધમાં આવી જાય છે. આ કારણોથી સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થાય છે.

એક વર્ષમાં કેટલી વખત સૂર્યગ્રહણ થઈ શકે છે?
વધુમાં વધુ એક વર્ષમાં બે વખત સૂર્યગ્રહણ થાય છે. આ સંખ્યા વધીને 5 સુધી જઈ શકે છે. જોકે આવુ ખૂબ જ ઓછુ થાય છે. નાસાના જણાવ્યા મુજબ છેલ્લા 5 હજાર વર્ષમાં માત્ર 25 વર્ષ એવા રહ્યાં છે, જ્યારે એક વર્ષમાં 5 વખત સૂર્યગ્રહણ થયું. છેલ્લે 1935માં 5 વખત સૂર્યગ્રહણ થયુ હતું. આગામી વખતે 2206માં આવુ થશે. આમ તો કોઈ પણ સૂર્યગ્રહણ પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં જ દેખાય છે.