ચાર દિવસની ટેસ્ટનો આઇડીયા ફાલતુ છેઃ ગંભીર

January 07, 2020

નવીદિલ્હી : ભૂતપૂર્વ ક્રિકેટ પ્લેયર અને હાલના નવી દિલ્હીના સંસદસભ્ય ગૌતમ ગંભીરે ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટેસ્ટ મેચને પાંચ દિવસને બદલે ચાર દિવસની કરવાના આઈસીસીના આઈડિયાને ફાલતુ ગણાવ્યો છે. પોતાના વિચાર રજૂ કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે 'મારા મતે ચાર દિવસની ટેસ્ટ મેચનો આઈડિયા એકદમ ફાલતુ છે અને એને તરત જ ડ્રોપ કરી દેવો જોઈએ. આને કારણે મેચ વધારે પડતી ડ્રો થશે, સ્પિનરો પાસેથી રમવાની તક જતી રહેશે અને પાંચમા દિવસે પિચ પર થતા બદલાવની મજા પણ છીનવાઈ જશે.'