મહત્તમ છૂટછાટ સાથે પ્રવાસીઓ માટે ખૂલ્યાં કેનેડાના દ્વાર

March 26, 2022

  • માર્ચ 2020માં મહામારી ફેલાતા નિયંત્રણો લદાયા હતા  
  • 1 લી એપ્રિલથી‌ સંપૂર્ણ રસી મુકાવી હોય એવા પ્રવાસીએ કોરોનાનો ટેસ્ટ કરાવવો નહીં પડે
ઓન્ટેરિયો : મહારોગચાળા બાદ કેનેડાએ પ્રવાસીઓ માટે પહેલી વખત સંપૂ્ર્ણ છુટછાટો સાથે પોતાના દ્વાર ખુલ્લા મુક્યા છે. માર્ચ ૨૦૨૦માં કોવિડના રોગચાળાને ધ્યાનમાં લઈને કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં હતા. જે ૨૦૨૧ના ઉનાળાના પાછોતરા સમય દરમિયાન સંપૂર્ણ રસી મૂકાવનારાઓ માટે હળવા કરવામાં આવ્યાં હતાં.
જયારે હવે ૧લી એપ્રિલથી‌ સંપૂર્ણ રસી મુકાવી હોય એવા પ્રવાસીએ કેનેડામાં પ્રવેશતા પહેલાં કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવો નહીં પડે. ગન્હાખોરી સાથે સંકળાયેલા પ્રવાસીઓએ કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી કડક તપાસમાંથી પસાર થવું પડશે અને જરુર પડ્યે સીબીએસએના ‌અધિકારી આવા પ્રવાસીને ગેરલાયક જાહેર કરી શકે છે. કેનેડાની સરકાર દેશમાં સાચા પ્રવાસીઓ આવે એવું ઇચ્છે છે. આમ છતાં કેનેડાની સરકાર તમે તમારા ગુન્હાઇત રેકોર્ડ સુધારી શકો એ માટે અનેક ઉપાયો સુચવે છે. આવો પહલો ઉપાય ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ (ટીઆરપી) છે. જેઓ કેનેડામાં કામચલાઉ વ્યવસાય માટે આવતાં હોય તેમને તે અનુકૂળ છે.
ટીઆરપી જેમ ક્રીમિનલ રિહાબિલિટેશન માટે અરજી કરી શકાય છે જો આવી અરજી સ્વીકારવામાં આવે તો ગુન્હેગારને પુનર્વસનની તક આપવામાં આવે છે. ત્રીજો ઉપાય કાનુની ઓપિનિયન લેટરનો છે. જેમાં કેનેડીયન વસાહતી બાબતોનાં વકીલ તમારા ગુન્હાઓનુ એક ટુકુ નિવેદન તૈયાર કરી એમાં તમને શા માટે કેનેડા મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે તેની સમજણ આપવામાં આવે છે. આ નિવેદન સીબીએસએને તમને કેનેડામાં શા માટે પ્રવેશ આપવો એનો ખ્યાલ આપવામાં આવે છે. આ લિગલ ઓપિનીયન લેટર અનેક રીતે ઉપયોગી બને છે જેમ કે ૧. પૂનર્વસનને પાત્ર વ્યક્તિ, ૨. એવી વ્યક્તિ કે જેના પર આરોપ મૂકાયો હોય પણ સજા ન થઈ હોય ૩. એવી વ્યક્તિ કે જેને સજા થઈ હોય પણ એ સજા કેનેડાના કાયદા મુજબ ન હોય.