લોકો માટે ખુશખબરી, સ્માર્ટ અથવા પ્રીપેડ મીટર લગાવવા અનિવાર્ય બનશે

September 26, 2020

કેન્દ્ર સરકારે હવે પાવર સેક્ટરને લઈને મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. દેશમાં પહેલી વખત વીજ ગ્રાહકોને નવી સુવિધા મળનાર છે. આ અંગે વીજ મંત્રાલયે વીજળી (ગ્રાહકોના હક) નિયમો, 2020 અંગે સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે.  હવે તમે ફક્ત ત્યારે જ વીજળી કનેક્શન મેળવીવ શકશો, જ્યારે તમે સ્માર્ટ અથવા પ્રીપેઇડ મીટર ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છો. જો કે, જો વીજળી બિલ પર કોઈ શંકા છે, તો વિતરણ કંપનીઓ તમને રીઅલ ટાઇમ વપરાશની વિગતો લેવાનો વિકલ્પ આપશે. ખરેખર પાવર મંત્રાલય નવા ગ્રાહક નિયમો દ્વારા તેને કાયદાકીય રૂપ આપવા જઈ રહ્યું છે. ઉપભોક્તાઓ આ સ્માર્ટ અથવા પ્રીપેઇડ મીટર પોતાની જાતે લગાવી શકશે અથવા તો ડિસ્કોમમાંથી લઈ શકશે.

ગ્રાહકો પર ડિસ્કમથી જ મીટર લેવાનું કોઈ દબાણ રહેશે નહીં. ઉપભોક્તાઓને બિલની વિગતો જાતે મોકલવાનો વિકલ્પ મળશે. એટલું જ નહીં, વિતરણ કંપની તમને પ્રોવિઝનલ બિલ પણ મોકલી શકશે નહીં. કટોકટીની પરિસ્થિતિમાં કામચલાઉ બીલ નાણાકીય વર્ષમાં ફક્ત 2 વાર મોકલી શકાય છે. તમને જણાવી દઈએ કે, કોરોના કાળમાં કંપનીઓએ પ્રોવિઝનલ બિલના નામે મોટા બીલ મોકલ્યા છે. ગ્રાહક અધિકાર 2020ના મુસદ્દામાં વિજ મંત્રાલયે આ જોગવાઈઓ કરી છે.

વીજ ગ્રાહકોને મળશે નવી વીજળી
જો કોઈ ગ્રાહકને બિલ 60 દિવસ મોડું આવે છે, તો ગ્રાહકને બિલમાં 2-5% ડિસ્કાઉન્ટ મળશે. તમે વીજળીનું બિલ રોકડ, ચેક, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકો છો. પરંતુ 1000 રૂપિયા અથવા તેથી વધુનું બિલ ચુકવણી ફક્ત ઓનલાઇન જ કરવું પડશે. વીજ કનેક્શન કાપવું, પાછું લેવું, મીટર બદલવું, બિલિંગ અને ચુકવણીનાં નિયમો પણ વધુ સરળ બનાવવામાં આવશે.