સરકાર પાસે પૂરતો સમય હતો પણ ગંભીરતાથી તૈયારી ના કરી

March 24, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ મશિનરી કામે લગાડી છે.

જોકે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કોરોના સામે કાર્યવાહી કરવામાં વિલંબનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકાર પાસેપૂરો સમય હતો પણ સરકારે ગંભીરતાથી તૈયારી કરી નહોતી.

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તામમ દેશોને વેન્ટિલેટર અને સર્જિકલ માસ્કનો પૂરતો સ્ટોક રાખવા જણાવ્યુ હતુ. આમ છતા આ વસ્તુઓની 19 માર્ચ સુધી નિકાસ કરવાની પરવાનગી સરકારે કેમ યથાવત રાખી હતી. આ કોઈ કાવતરુ તો નથી ને?

રાહુલ ગાંધી આ પહેલા પણ કહી ચુક્યા છે કે, દેશમાં કોરોનાના કારણે બહુ ગંભીર મુસિબત સર્જાવાની છે. દેશે કલ્પના નહી કરી હોય તેવી આર્થિક સુનામીનો સામનો કરવો પડશે.