ગુજરાત સરકારે વધુ કડક નિયંત્રણો લાદ્યા, લગ્ન સમારંભમાં 150થી વધારે હાજર નહી રહી શકે
January 11, 2022

ગાંધીનગર : ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે તેમ તેમ સરકાર દ્વારા નિયંત્રણો પણ કડક કરવામાં આવી રહ્યા છે. સરકાર સતત પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી નિર્ણયો લઇ રહી છે. રાજ્યમાં 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી. તે નિયમ હાલ છે તેમ યથાવત્ત જ રહેશે.
જો કે હવે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને સમારંભો અને ધાર્મિક સ્થળો પર મહત્તમ 150 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ ઉપરાંત જો કોઇ બંધ જગ્યા હોય તો તે સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. એટલે કે જો હોલની ક્ષમતા 1000 લોકોની હોય તો પણ મહત્તમ 150 લોકો હાજર રહી શકશે. કોઇ પણ કાર્યક્રમમાં 150 થી વધારે લોકો એકત્ર નહી થઇ શકે.
આ ઉપરાંત લગ્ન સમારંભમાં 150 થી વધારે વ્યક્તિઓ હાજર નહી રહી શકે સાથે સાથે DIGITAL ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, અત્યાર સુધી લગ્ન પોર્ટલમાં 400 લોકોની હાજરીને પરવાનગી હતી. જો કે હવે તે ઘટાડીને 150 કરી દેવામાં આવતા કમુરતા ઉતરે તે પહેલા જ લગ્નેચ્છુક લોકોનાં ચહેરા ઉતરી ચુક્યાં છે. જે લોકોએ ધામધુમ આયોજન કર્યું હતું તેઓને હવે સાદાઇથી લગ્ન કરવા પડશે.
Related Articles
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ, ત્રણ મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ...
Aug 13, 2022
ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા
ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સ...
Aug 13, 2022
મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિનો જાદુ નહીં ચાલે'-રામદાસ અઠવાલે
મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવા...
Aug 13, 2022
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાયા, બાળકો સાથે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અ...
Aug 13, 2022
નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા
નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિર...
Aug 13, 2022
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમાં 8,400 ક્યુસેક પાણીની આવક
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમા...
Aug 13, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022