ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે, ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા

January 11, 2022

અમદાવાદ  : ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. ધોરણ 6થી 8ના 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે.

જેમાં વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી 11 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે કરવાની રહેશે.