પેપરલીક થતાં સરકારની આબરૂના ધજાગરા! સોશિયલ મીડિયામાં મિમ્સથી વણઝાર

January 29, 2023

આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોળાયા છે. પરંતુ સોશિયલ મીડિયામાં પેપર લીક પર અવનવી ચટપટી અને પેટ પકડીને હસાવતા મિમ્સ વાયરલ થઈ રહ્યા છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે, જેમાં લોકો સરકારને સવાલો કરી રહ્યા છે કે આખરે આ કેવી રીતે બની રહ્યું છે. 


એક યુઝરે ટ્વિટ કરતા રમૂજ અંદાજમાં લખ્યું છે કે ‘સરકાર બન્યાને મહિનો નથી થયો અને પેપર ફોડો કૌભાંડ શરૂ થઈ ગયું. ગુજરાતની જનતાએ ચૂંટણી સમયે ભાજપને 182માંથી 156 સીટની પૂર્ણ બુમત લાવવા EVMના બટન ઘસાઈ જાય તેટલા વોટ આપ્યા અને આજે ફરીવાર પેપર ફૂટતા તેમના જ વિદ્યાર્થીઓના ભવિષ્ય ફૂટી રહ્યા છે તેનું જવાબદાર કોણ?