એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત અન્ય ઈ-કોમર્સ કંપનીઓને સરકારે પાઠવી નોટિસ

October 17, 2020

સરકારે ફ્લિપકાર્ટ(Flipkart), એમેઝોન(Amazon) સહિતની અન્ય ઈ-કોર્મસ(E-Commerce) કંપનીઓને નોટીસ ફટકારી છે. આ નોટીસ એવી ઈ-કોમર્સ કંપનીઓને તેમના માધ્યમથી વહેચાતા પ્રોડક્ટ ઉપર તેમનું પ્રોડક્શન કરનાર દેશની જાણકારી અને અન્ય જરૂરી સૂચનાઓ ન આપવાના કારણે પાઠવવામાં આવી છે.


માહિતી મુજબ આ નોટિસ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય(Ministry of Consumer Affairs, Food and Public Distribution) હેઠળ આવનારા ગ્રાહક મામલાના વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત આ નોટિસ અન્ય ઈ-કોમર્સ કંપનીઓને પણ ફટકારવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નોટિસમાં કંપનીઓને 15 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને એક સમાન નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહ્યું છે કે,‘એવું જાણવા મળ્યું છે કે કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ(Digital Platform) પરથી વેચાતા સામાનની જરૂરી જાણકારી નથી આપી રહી. જ્યારે આ લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 હેઠળ જરૂરી છે.’