જાપાનમાં લગ્ન કરતાં યુગલોને સરકાર રૂપિયા સવાચાર લાખ કેશ આપશે

September 22, 2020

નવી દિલ્હી : જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને છ લાખ યેન એટલે કે આશરે રૂ. સવાચાર લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોત્સાહક રકમ આપવાનો હેતુ લોકો લગ્ન કરીને ઝડપથી બાળકો પેદા કરે અને દેશમાં ઝડપથી ઘટતા જતા જન્મદર પર કાબૂ મેળવી શકાય એ છે. આ માટે જાપાન સરકાર એપ્રિલમાં મોટે પાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે.

ગયા વર્ષે જાપાનમાં ઐતિહાસિક રીતે સૌથી ઓછા 8,65,000 બાળકોને જન્મ થયો હતો. આ જન્મની તુલનામાં મૃત્યુનો આંકડો 5.12 લાખથી વધુ હતો. આ પણ જન્મ અને મૃત્યુમાં અત્યારસુધીનો સૌથી મોટો ફર્ક છે. સરકારને આશા છે કે આ વર્ષે જન્મદર ગયા વર્ષના 1.42%થી થોડો વધુ 1.8% સુધી રહેશે. જાપાનની વસતિ 12.68 કરોડ છે. વસતિની દૃષ્ટિ જાપાન વિશ્વનો સૌથી વૃદ્ધ દેશ છે.

જાપાન પછી ઈટાલી બીજો દેશ છે, જ્યાં ઝડપથી જન્મદર ઘટી હ્યો છે. અહીં દરેક યુગને એક બાળકના જન્મ વખતે સરકાર તરફથી રૂ. 70 હજારની પ્રોત્સાહક રકમ અપાય છે. આ સાથે એક યુરો એટલે કે 80 રૂપિયામાં ઘર અને વેપાર શરૂ કરવાની સુવિધા પણ અપાય છે.

એસ્તોનિયા: યુરોપના એસ્તોનિયા દેશમાં જન્મદર વધારવા માટે નોકરી કરનારને દોઢ વર્ષ સુધી સંપૂર્ણ વેતન સાથે રજા અપાય છે. આ સાથે ત્રણ બાળક ધરાવતા પરિવારને દર મહિને 300 યુરો એટલે કે આશરે રૂ. 25 હજારનું બોનસ પણ મળે છે.

ઈરાન: ઈરાનમાં પુરુષોની નસબંધી પર પ્રતિબંધ છે. અહીં ગર્ભનિરોધક દવાઓ પણ ફક્ત એ જ મહિલાઓને અપાય છે.