ગુજરાતમાં કેન્સરના સૌથી વધુ કેસ, માત્ર સરકારી હોસ્પિટલમાં જ 13,500 દર્દીઓ
January 20, 2023

અમદાવાદ: દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. વિશ્વભરમાં દરવર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day ) ની ઉજવણી કરવામાં આવે છે. તેમ છતાં લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવતી નથી.
અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 13,500 કેન્સરના દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2022નાં જાન્યુઆરીથી ઓક્ટોબર મહિનામાં 13,500 કેન્સરના દર્દીઓને સારવાર અપાઈ છે. વર્ષ 2021માં GCRI ખાતે કેન્સરના 16 હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા, વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે.
વર્ષ 2021માં કેન્સરના દર મહિને 1,333 કેસો નોંધાયા હતા. જેની સામે વર્ષ 2022નાં 10 મહિનામાં દર મહિને કેન્સરના 1,350 દર્દીઓ નોંધાયા છે. વર્ષ 2022માં નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં 7900 પુરુષ દર્દીઓ જ્યારે 5500 જેટલી મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં સૌથી વધુ કેસ મોઢાના કેન્સરના નોંધાયા, ત્યારબાદ બ્રેસ્ટ, જીભ, ગર્ભાશય તેમજ લંગ્સ કેન્સરના સામે આવ્યા છે. અગાઉ મોઢાના કેન્સર 30 કરતા વધુની ઉંમરના દર્દીઓમાં જોવા મળતા જે હવે 20 વર્ષના દર્દીઓમાં નોંધાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં જાન્યુઆરીથી ઓકટોબર 2022નાં ગળામાં નોંધાયેલા 13,500 કેન્સરના 75 ટકા કેસ 35 થી 70 વર્ષની વયના દર્દીઓમાં નોંધાયા છે. ICMR નાં નેશનલ સેન્ટર ફોર ડીસિઝ ઇન્ફર્મેટિક્સ એન્ડ રિસર્ચનાં કેન્સર ઇન્ડેક્ષ એન્ડ રિસ્ક ફેક્ટરનાં આંકડાઓ મુજબ લંગ્સ, ગર્ભાશય કેન્સરના 80 ટકા દર્દીઓ કેન્સરના બીજા અને ત્રીજા સ્ટેજમાં સામે આવે છે.
Related Articles
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હંગામો : કાર્યવાહી સ્થગિત
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હં...
Feb 02, 2023
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FIR દાખલ, ભાજપના નગરસેવકની કોલેજના કર્મી સામે ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FI...
Feb 02, 2023
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજે...
Feb 01, 2023
ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો, અમદાવાદી અને રાજકોટીયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ
ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટન...
Jan 31, 2023
ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની કોર્ટમાં શરણાગતિ
ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડ...
Jan 31, 2023
અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમાચાર, સ્ટૅડિયમ નજીકથી ચાર શંકાસ્પદ લોકો ઝડપાયા
અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમ...
Jan 31, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023