ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત, કોમનવેલ્થ ગેમ્સમાં પાક્કો કર્યો પહેલો મેડલ

August 06, 2022

બર્મિંગહામ- યુનાઈટેડ કિંગડમના બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કાંટાની ટક્કરમાં ઇંગ્લેન્ડને હરાવી કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પહેલો મેડલ પાક્કો કર્યો છે.


સેમીફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રનની ઇનિંગ રમી અને જેમાઈમા રોડ્રિગેજને 31 બોલમાં 44 રન બનાવ્યા.
કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના કરી હતી. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 29 જુલાઈ 2022 ના ઓસ્ટ્રેલિયા સામે હતી. જેમાં ટીમને 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ભારતે ત્રીજી મેચ બારબાડોસની સામે જીતી અને હવે સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે.