NASA આજે રચશે ઈતિહાસઃ પહેલી વાર સૌરમંડળથી બહાર જશે યાન

October 13, 2021

ન્યૂયોર્ક ઃ 7387 કરોડ રૂપિયાના ખર્ચે NASA આજે રચશે ઈતિહાસ
પહેલી વાર સૌરમંડળથી બહાર જશે યાન
મિશનનું નામ છે લૂસી એસ્ટેરોઈડ સ્પેસક્રાફ્ટ
આ મિશન માટે કુલ 7387 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે
અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)એસ્ટેરોઈડ્સના સ્ટડી માટે એક અઠવાડિયામાં એક મોટું મિશન લોન્ચ કરશે. તેનં નામ છે લૂસી એસ્ટેરોઈડ સ્પેસક્રાફ્ટ. તે અંતરિક્ષમાં જઈને પ્રાચીન એસ્ટોઈડ્સનો સ્ટડી કરશે અને સૌર મંડળની ઉત્પત્તિના રહસ્યોને ઉજાગર કરશે. આ મિશન માટે કુલ 7387 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
3 દિવસ બાદ એટલે કે 16 ઓક્ટોબરથી આ મિશન શરૂ થશે. લૂસીને સૌર મંડળથી બહાર જવામાં 12 વર્ષનો સમય લાગશે. આ મિશન 12 વર્ષ માટે છે. આ સમયે તે અડધાથી વધારે ટ્રોઝન એસ્ટેરોઈડ્સની આસપાસથી નીકળશે.
લૂસી પહેલીવાર બૃહસ્પતિ ગ્રહના એસ્ટેરોઈડ્સ બેલ્ટથી જોડાશે. પહેલીવાર કોઈ સ્પેસક્રાફ્ટ સૌરમંડળની બહાર મોકલવામાં આવી રહ્યું છે. પહેલી વાર સૌરમંડળ અને બ્રહ્માંડના પ્રાચીન ઈતિહાસને માટે કોઈ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આવું પહેલીવાર છે કે એક મિશનથી અનેક કામ કરી શકાશે.