અર્થતંત્રમાં મંદીની અસર, ફેબ્રુઆરીમાં બેકારી દર વધીને 7.78 ટકા

March 02, 2020

નવી દિલ્હી : રોજગારનાં મોરચે સરકાર માટે ખરાબ સમાચાર છે,ભારતમાં બેકારીની દર ફેબ્રુઆરી વધીને 7.78 ટકા પર પહોંચી છે, જે ઓક્ટોબર 2019 બાદ સૌથી વધુ છે, આ પેહલા જાન્યુઆરીમાં બેરોજગારી દર 7.16 ટકા હતી, સેન્ટર ફોર મોનિટરિંગ ઇંન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા સોમવારે આ આંકડા જારી કરાયા.

આ આંકડા અર્થવ્યવસ્થા પર મંદીનો પ્રભાવ દર્શાવે છે, અત્રે ઉલ્લેખનિય છે  કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2019નાં 4 મહિનામાં બેરોજગારીની દર 7.5 ટકા સુંધી હતી, ત્યાંજ બેરોજગારીની દર ઓગસ્ટ અને ઓક્ટોબર 2019નીમાં 8 ટકા પાર ગઇ છે.

ભારતીય અર્થવ્યવસ્થાનું વર્ષ 2019નાં છેલ્લા ત્રણ મહિનામાં ગત 6 વર્ષથી પણ અધિકની સૌથી ધીમી ગતિથી વધી છે, વિષ્લેશકોએ અનુમાન લગાવ્યું છે કે કોરોના વાયરસ (Coronavirus)નાં વૈશ્વિક સ્તર પર પ્રકોપનાં પગલે એશિયાની ત્રીજી મોટી ઇકોનોમીમાં આગળ પણ મંદી જળવાઇ રહેશે.