T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો જોવા મળશે નવો અવતાર, નવી જર્સી લોન્ચ

September 19, 2022

ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આગામી મહિનાની 16 તારીખથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સીનો ખુલાસો થયો છે.

ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ પાર્ટનર 'MPL સ્પોર્ટ્સ' દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી. છેલ્લી વખત T20 વર્લ્ડમાં ભારતીય ટીમની જર્સી સંપૂર્ણપણે નેવી બ્લુ હતી. પરંતુ આ વખતે જર્સીનો રંગ સ્કાય બ્લ્યૂ છે. આ સાથે ખભાની બાજુએ ડાર્ક બ્લ્યૂ કલરનો સમાવેશ કરાયો છે. ખાસ વાત એ છે કે હવે ટી20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો રંગ પણ એવો જ રહેશે.