ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, સ્મૃતિની અડધી સદી
July 31, 2022

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 8 વિકેટે કારમો પરાજય આપી પ્રથમ જીત મેળવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાને ભારતને જીત માટે 100 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાની આ ધમાકેદાર જીતની નાયક રહી સ્મૃતિ મંધાના. પાકિસ્તાને આપેલા 100 રનના લક્ષ્યના જવાબમાં સ્મૃતિ મંધાનાએ અણનમ 63 રન બનાવ્યા હતા. તેણે 42 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. વરસાદને કારણે આ મેચ 18-18 ઓવરની કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનની ટીમ 99 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં બે મેચમાં ભારતની પહેલી જીત છે. ભારત હવે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચમાં બાર્બાડોસ સામે ટકરાશે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. શેફાલી વર્મા 16 રન બનાવી આઉટ થઈ હતી. તો એસ મેઘના 14 રન બનાવી આઉટ થઈ હતી. સ્મૃતિ મંધાનાએ અણનમ 63 અને જેમિમાહે અણનમ 2 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને શૂન્ય રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. જાવદ શૂન્ય રન બનાવી મેઘનાનો શિકાર બની હતી. પાકિસ્તાનની કેપ્ટન મારૂફ 17 રન બનાવી સ્નેહ રાણાની ઓવરમાં આઉટ થઈ હતી. ત્યારબાદ મુનેબા અલી 30 બોલમાં 32 રન બનાવી રાણાની ઓવરમાં આઉટ થઈ હતી.
પાકિસ્તાનને 64 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. આયેશા નસીમ 10 રન બનાવી રેણુકાનો શિકાર બની હતી. અલિયા રિયાઝે 22 બોલમાં 18 રન બનાવ્યા હતા. તે રનઆઉટ થઈ હતી. ભારત તરફથી સ્નેહ રાણા અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહ, મેઘના સિંહ અને શેફાલી વર્માને એક-એક વિકેટ મળી હતી.
Related Articles
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી,...
Aug 13, 2022
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દોઢ વર્ષ બાદ ધોનીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો મેસેજ
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દો...
Aug 13, 2022
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS Dhoni રહી ગયા પાછળ
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS D...
Aug 13, 2022
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકેટર્સ, કોઈ સન્માન ના મળ્યું
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકે...
Aug 12, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મહિલા ટીમ પર ગાંગુલીએ આપેલા નિવેદનથી વિવાદ
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મ...
Aug 10, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022