સ્વદેશી કોરોના ટેસ્ટિંગ કિટથી રોજ ૧,૦૦૦ ટેસ્ટ કરી શકાશે

March 24, 2020

પુનાઃ પુના શહેરની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન કંપનીને કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ની ટેસ્ટ કિટ માટે કોમર્શિયલ પ્રોડક્શનની પરવાનગી મળી ગઈ છે. પરવાનગી મેળવનાર આ દેશની પહેલી કંપની છે. જે અંતર્ગત કંપનીએ જણાવ્યું કે, કોરોના વાઇરસની તપાસ કરનાર તેમની ‘માયલેબ પેથોડિટેક્ટ કોવિડ-૧૯ ક્વોલિટેટિવ પીસીઆર કિટ’ને કેન્દ્રિય ઔષધિ માનવ નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)એ પણ પરવાનગી આપી છે. કંપની એવો દાવો કરે છે કેે આ ટેસ્ટિંગ કિટ દ્વારા ૧૦૦ લોકોનીે તપાસ કરી શકાય છે. જેનાં બજારમાં આવી જવાથી પ્રાઇવેટ લેબમાં એક દિવસમાં કોરોનાનાં એક હજાર ટેસ્ટ કરી શકાશે. હાલ એક લેબમાં એવરેજ દિવસભરમાં ૧૦૦ કોરોનાનાં નમૂનાની તપાસ થઈ શકે છે. કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર હસમુખ રાવલે કહ્યું કે, ‘સ્થાનિય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સહયોગ અને મેક ઈન ઈન્ડિયા પર ભાર આપતા કોવિડ-૧૯ની આ કિટ તૈયાર કરવામાં આવી છે. જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકાનાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલનાં નિર્દેશાનુસાર રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી છે.