પહેલ સમંથાની હતી નાગા ચૈતન્યએ નિર્ણય સ્વીકાર્યો
January 29, 2022

મુંબઈઃ મનોરંજન જગતના ઘણાં ડિવોર્સ ગત વર્ષે ચર્ચામાં રહ્યા હતા તેમાંથી એક હતા સાઉથ સ્ટાર્સ નાગા ચૈતન્ય અને સમંથાના. કપલે છૂટા પડવાની જાહેરાત થતાં જ ફેન્સના દિલ તૂટી ગયા હતા. સમંથાએ ઈન્સ્ટાગ્રામ પરથી અકીનેની સરનેમ હટાવી લેતાં કપલ વચ્ચે કંઈ ઠીક ના હોવાની ચર્ચા શરૂ થઈ હતી. થોડા જ દિવસોમાં તેમણે સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કરી હતી. સમંથા અને નાગા ચૈતન્ય ડિવોર્સ કેમ લઈ રહ્યા છે તે અંગે તેમણે કોઈ કારણ આપ્યું નહોતું. ત્યારે હવે પહેલીવાર સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને વાત કરી છે. નાગા ચૈતન્ય અને સમંથાના ડિવોર્સની કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે નાગાર્જુનનું કહેવું છે કે સમંથા જ આ સંબંધમાં મુક્ત થવા માગતી હતી. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં નાગાર્જુને કહ્યું કે, સમંથાએ ડિવોર્સ માટેની અરજી કરી હતી અને તેમના દીકરા નાગા ચૈતન્યએ તેનો નિર્ણય સ્વીકારી લીધો હતો. પરંતુ નાગા ચૈતન્યને પરિવારની આબરૂની ચિંતા હતી. નાગાર્જુને આગળ કહ્યું કે, નાગા ચૈતન્ય અને સમંથા ખૂબ નિકટ હતા અને તેમણે ન્યૂયર ૨૦૨૧ પણ સાથે ઉજવ્યું હતું. કદાચ તે પછી જ સમસ્યા શરૂ થઈ હતી. નાગાર્જુનનું એમ પણ કહેવું છે કે, નાગા અને સમંથા વચ્ચેની ચોક્કસ સમસ્યાનો ખ્યાલ તેમને નથી. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં સમંથા અને નાગા ચૈતન્યએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું, *અમારા સૌ શુભચિંતકોને જણાવી દઈએ કે, ઘણાં મંથન અને વિચાર-વિમર્શ પછી મેં અને ચયે અલગ થવાનો નિર્ણય કર્યો છે. પતિ-પત્ની તરીકે અલગ થઈને અમે અમારા અલગ રસ્તા પર ચાલવા માગીએ છીએ. અમારી દશકા જૂની ફ્રેન્ડશિપ માટે અમે પોતાને નસીબદાર માનીએ છીએ અને અમને લાગે છે કે અમારા સંબંધનો એ જ પાયો હતો અને આ ખાસ બોન્ડ હંમેશા અમારી વચ્ચે રહેશે. અમે અમારા ફેન્સ, શુભચિંતકો અને મીડિયાને આ મુશ્કેલ સમયમાં સાથ આપવાની અને પ્રાઈવસી આપવાની વિનંતી કરીએ છીએ. તમારા સપોર્ટ માટે આભાર. જોકે, બાદમાં સમંથાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. સમંથા અને ચૈતન્યની આ જાહેરાત બાદ નાગાર્જુને પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, *ભારે હૈયે મારે કહેવું પડે છે કે સેમ અને ચય વચ્ચે જે થયું તે કમનસીબ છે. પતિ અને પત્ની વચ્ચે જે કંઈ થાય છે તે ખૂબ અંગત હોય છે. મારો પરિવાર હંમેશા સેમ સાથે વિતાવેલી ક્ષણોને વાગોળશે અને તે કાયમ અમારા પરિવાર માટે વહાલસોયી રહેશે. ભગવાન બંનેને શક્તિ આપે.
Related Articles
સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માંથી આયુષ શર્મા બહાર
સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં...
May 22, 2022
ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિતીની વિચારણા
ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિ...
May 21, 2022
કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો એન્ટ્રી !
કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના...
May 21, 2022
સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં બંધાયાં
સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં...
May 21, 2022
હોલિવૂડ વેબ સિરીઝ 'સિટાડેલ'ના શૂટિંગ દરમિયાન પ્રિયકા ચોપરા ફરીવાર ઈજાગ્રસ્ત થઈ
હોલિવૂડ વેબ સિરીઝ 'સિટાડેલ'ના શૂટિંગ દરમ...
May 21, 2022
ત્રણ બાળકોની માતા કનિકા કપૂર બની દુલ્હન : છૂટાછેડા બાદ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
ત્રણ બાળકોની માતા કનિકા કપૂર બની દુલ્હન...
May 21, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022