આઈપીએલ 19 સપ્ટેમ્બરથી થઈ શકે છે શરૂ, ફાઇનલ 8 નવેમ્બરે

July 24, 2020

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL) 19 સપ્ટેમ્બરા સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થઈ શકે છે અને તેની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. બીસીસીઆઈના એક સૂત્રએ ગુરૂવારે આ જાણકારી આપી છે. આઈપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક યોજાશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈઃએ પોતાની યોજનાથી ફ્રેન્ચાઇઝીને માહિતગાર કરી દીધી છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, પૂરી સંભાવના છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બર (શનિવાર)થી શરૂ થશે અને ફાઇનલ આઠ નવેમ્બર (રવિવાર)ના રમાશે. આ રીતે તે 51 દિવસ સુધી ચાલશે અને આ ફ્રેન્ચાઇઝી અને પ્રસારકો સિવાય અન્ય હિતધારકોને અનુકૂળ હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી20 વિશ્વકપને સ્થગિત કરવાના નિર્ણય બાદ આઈપીએલનું આયોજન સંભવ થયું છે.