2022નું વર્ષ સારું નીવડવાની મહત્તમ કેનેડિયનોને આશા, અલ્બર્ટાના લોકોમાં ચિંતા યથાવત

January 04, 2022

ઓન્ટેરિયો :  કેનેડાના લોકો મહા-રોગચાળાનું વધુ એક વર્ષ પૂરું થયું છે. છેલ્લાં અઢી વર્ષથી કોવિડ મહામારી ચાલી રહી છે. જો કે, 2021નું વર્ષ સારુ રહ્યુ છે. બીજી તરફ આવનારો સમયે સહજ નીવડશે એવી આશા સૌ રાખી રહ્યા છે. જોકે બધા જ લોકો માટે આ વર્ષ સંપૂર્ણ સુખમય રહ્યું નહોતું તે છતાં 18થી 34 વર્ષના યુવાનો માટે વીતી રહેલું વર્ષ સારું રહ્યું હતું. ગત શિયાળામાં સમાજમાં અવ્યવસ્થા સર્જાઈ હતી અને કેટલાક મોત તથા ઘણા લોકોની કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. પરંતુ તેમના કેટલાક લોકો 2021ના વર્ષને હળવાશથી લે છે. જુનિયર એજ ગ્રુપના 42% લોકો કહે છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે તેઓ વધારે સુખી છે અને આશરે બે તૃતીયાંશ લોકોએ એવી આશા વ્યક્ત કરી હતી કે આવતા વર્ષે પણ તેઓ સુખી જ હશે.


આ જૂથમાં 55 વર્ષથી ઉપરના લોકોનું પ્રમાણ નજીવું રહ્યું હતું. તે લોકોના પ્રત્યાઘાતમાં પેઢીગત અનુભવોનો પ્રભાવ જોવા મળતો હતો અને ઉંમરના કારણે લાગણી પ્રધાનતા વધુ દેખાતી હતી. 2020ના વર્ષમાં દેશમાં ચારેકોર નિરાશા જોવા મળતી હતી. તે 2021ના અંત સુધીમાં થોડી સુધરી છે અને આશાવાદીપણું વધ્યું છે એમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે. ઘણા લોકોના મનમાં ફરીથી નવા લોકડાઉન અને અન્ય હાડમારીઓનો સામનો કરવો પડે એવો કાલ્પનિક ભય વ્યાપી ગયો છે. કેટલાક લોકોની સામે વેક્સિનેશનના દ્રશ્યોનું પુનરાવર્તન થાય છે.  અલ્બર્ટાના લોકો વધુ ચિંતિત જણાય છે. મહા-રોગચાળા સિવાય પણ કેટલીક આફતોનો 2021માં લોકોને સામનો કરવો પડ્યો હતો. તેમાં જંગલની આગ અને કાદવ-કીચડના પુર જેવી આફતનો સમાવેશ થાય છે. છતાં આ આગામી વર્ષ સારું જશે એવો આશાવાદ કેનેડાના લોકો સેવી રહ્યા છે.
ઓમિક્રોન વેરિએન્ટના ઝડપી અને જોખમી ફેલાવાને લોકો થોડી હળવાશથી લઇ રહ્યા હોય તેવું લાગે છે. 42 વર્ષના વયજૂથના લોકોમાં આવો આશાવાદ વધુ દેખાય છે. એમ લેઝર પોલિંગ ફર્મના એકઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્ર્યુ એન્સે જણાવ્યું હતું.