પાંડેસરાની GIDCની મિલમા આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે, બે કિલોમીટર દૂરથી ધુમાડા દેખાયા

November 27, 2021

સુરત : સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં સવારે 11 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી છે. જેની જાણ થતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના કારણે બે કિલોમીટર સુધી ધુમાડાઓ દેખાઈ રહ્યા છે. હાલ ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. ડાઇંગ પ્રિન્ટીંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ ભભૂકી ઉઠતા વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.