આ ઈતિહાસની સૌથી કપટી ચૂંટણીઃ ટ્રમ્પ

November 17, 2020

વોશિંગ્ટનઃ US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યા છે. US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. અમેરિકી મીડિયા મુજબ, ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન મોટા અંતરથી ચૂંટણી જીત્યા છે, પરંતુ ટ્રમ્પ આ જીતને માનવાનો ઈનકાર કરી રહ્યા છે. સોમવારે તેમણે ટ્વીટ કરી આ વખતની ચૂંટણીને ઈતિહાસની સૌથી કપટી ચૂંટણી ગણાવી છે. ટ્રમ્પ કેમ્પેને ચૂંટણીમાં ગરબડી થઈ હોવાના આરોપને સાચા સાબિત કરવા માટે એક આઈટી વર્કરને સાક્ષી તરીકે સામે લાવ્યા છે. આઈટી વર્કરનો દાવો છે કે તેણે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોને વોટિંગ દરમિયાન ગરબડ કરતા જોયા હતા. ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે આ વર્કર જો બાઈડન દ્વારા ચૂંટણીમાં થયેલા ગોટાળાને નજરે જોનાર સાક્ષી છે.
ડેટ્રોઈટની IT વર્કર મેલિસા કારોને એક વિડિયોની મદદથી પોતાની વાત કરી છે. આ વિડિયોમાં તે જણાવી રહી છે કે TCF સેન્ટરના પોલ વર્કર્સે 50 વોટનો એક જ બેચ 8થી 10 વખત કાઉન્ટર પર આપ્યો. મેલિસાને ડોમિનિયન વોટિંગ સિસ્ટમ દ્વારા બેલેટ કાઉન્ટિંગ મશીનો પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવી હતી. તેનો દાવો છે કે 24 કલાકની શિફ્ટ દરમિયાન તેણે માત્ર બાઈડનના નામના જ વોટ જોયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે એક પણ વોટ ન હતો.