ઉત્તર કોરિયામાં આવ્યો નવો કાયદો, હવે જો અપશબ્દ બોલશો તો સજા-એ મોત!

July 19, 2021

વોશીંગ્ટન ઃ ઉત્તર કોરિયામાં પોતાના તાનાશાહી નિર્ણયો લેવા માટે ચર્ચિત સુપ્રીમ કમાન્ડર કિમ જોંગ ઉને પોતાના દેશમાં નિયમોને વધુ કડક કરી દીધા છે. ઉત્તર કોરિયામાં થોડાંક સમય પહેલાં જ એક કાયદો પસાર થયો છે. તેના મતે કોઇપણ શખ્સ જો દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનના મીડિયા સાથે જોડાયેલ કંટેંટ શેર કરે છે તો તેને મોતની સજા થઇ શકે છે.
દક્ષિણ કોરિયામાં પ્રચલિત આપત્તિજનક શબ્દો અને સામાન્ય બોલચાલની ભાષાને પણ બેન લિસ્ટમાં સામેલ કરાઇ છે. દક્ષિણ કોરિયાની હેરસ્ટાઇલ અને વિદેશી ફેશન પહેલાં જ પ્રતિબંધિત છે. લોકોનું કહેવું છે કે ઉત્તર કોરિયાની ભાષા સર્વશ્રેષ્ઠ છે અને તેને દક્ષિણ કોરિયામાં ઉપયોગ કરવા પર મોતની સજા સુદ્ધાં થઇ શકે છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે પણ એ જાહેરાત કરી છે કે જો કોઇ દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાના મીડિયાને ફોલો કરતાં પકડાશે તો તેને 15 વર્ષની જેલની સજા થશે.
ઉત્તર કોરિયાના અખબાર રોડોંગ સિનમનમાં સાઉથ કોરિયાના પોપ કલ્ચરના ખતરાએ અંગે લખ્યું છે કે રંગબેરંગી કપડામાં દેખાતા લોકો અમારી સંસ્કૃતિમાં ઘૂસીને તેને ખત્મ કરવા માંગે છે. આ લોકો તેનાથી પણ વધુ ખતરનાક છે જેના હાથમાં બંદૂકો હોય છે.
યુનિવર્સિટી ઓફ નોર્થ કોરિયન સ્ટડીઝના પ્રોફેસર યાંગ મૂ-જિને કોરિયા હેરાલ્ડની સાથે વાતચીતમાં કહ્યું કે કિમ જોંગ ઉન ખુદ સ્વિટ્ઝરલેન્ડમાં વાંચ્યા છે પરંતુ તેઓ જાણે છે કે કોરિયન પોપ મ્યુઝિક અને વેસ્ટન કલ્ચર ખૂબ જ સરળતાથી ઉત્તર કોરિયાના યંગ લોકોને પ્રભાવિત કરી શકે છે.
પ્રોફેસર યાંગ મૂ-જિને કહ્યું કે કિમ જાણે છે કે તેનાથી તેની સોશયાલિસ્ટ સિસ્ટમ પર નકારાત્મક અસર પડી શક છે. યુવા બાગી થઇ શકે છે. આ જા કારણ છે કે તેઓ બીજા દેશોના પોપ કલ્ચર, મ્યુઝિક અને મીડિયાને પોતાના દેશમાં પ્રચલિત થવા દેવા માંગતા નથી.