શેરબજારનો નવો રેકોર્ડ:સેન્સેક્સ 61 હજારને પાર, નિફ્ટીએ 18,200ની સપાટી વટાવી

October 14, 2021

શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે ખૂલતાંની સાથે જ 61 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો છે. સેન્સેક્સ 341 અંક વધી 61,078 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 106 અંક વધી 18,267 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધી 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધી 1781.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક 0.78 ટકા ઘટી 1255.80 પર કારોબાર કરી રહ્યો છે. TCS 0.46 ટકા ઘટી 3639.15 પર કારોબાર કરી રહ્યો છે.

13 ઓક્ટોબર એટલે કે બુધવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(FIIs)એ 937.31 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs) એ બજારમાંથી 431.72 કરોડ રૂપિયા કાઢ્યા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ 83 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગ્લોબલ સપ્લાઈ સાઈડની ચિંતાને કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં પણ હાલ ઈન્વેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘુ થઈ ગયું છે.