કેનેડાના અર્થતંત્ર માટે આવનારા ૧૦ વર્ષ સંઘર્ષના રહેશે : અર્થશાસ્ત્રીઓનું તારણ

July 20, 2020

  • કોવિડ -૧૯ના પ્રભાવને કારણે અસરગ્રસ્ત લોકો અને વ્યાપારીઓના માથે દેવું વધવા માંડયું
  • દેશનો વિકાસ દર . ટકા રહેવાનો અંદાજ. મિલીયન કેનેડીયનોને લોકડાઉનની અસર થઈ

ટોરન્ટો : કેનેડાના અર્થતંત્રનો વિકાસ દર આવનારા દસ વર્ષ સુધી ઓછો રહેશે. કેમ કે, કોવિડ -૧૯ના પ્રભાવને કારણે અસરગ્રસ્ત લોકો અને વ્યાપારીઓના માથે દેવું વધી રહ્યું છે. એમાંથી બહાર આવવામાં આટલો સમય લાગશે એવું તાજેતરમાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતુંયુ.કે. સ્થિત કેપીટલ ઈકોનોમિકસે આગાહી કરી છે કે, કેનેડાનું અર્થતંત્ર વર્ષના અંત સુધીમાં . ટકાના દરે વિકસશે. જે વૈશ્વિક મહામારી પહેલાની સરખામણીમાં ઓછું હશે. કદાચ વિકાસ દર . ટકા પણ રહેશે. પરંતુ રોજગારીની તકો સર્જાશે અને લોકડાઉન પાછું ખેંચાશે પછી ગાડી પાટા પર આવી શકશે.

સ્ટેસ્ટીકસ કેનેડાના આંકડા મુજબ દેશમાં જુન માસમાં બિઝનેસ ફરીથી શરૂ થતાં ૯પ૩૦૦૦ નવા રોજગારો ઉભા થયા હતા. આમ છતાં હજુ . મિલીયન કેનેડીયનો કોવિડ -૧૯ને કારણે આવેલા લોકડાઉનની અસર હેઠળ છેજેમાં . મિલીયન લોકોએ નોકરી ગુમાવી છે અથવા તો કામના કલાકોમાં કાપનો સામનો કરવો પડયો છે. હવે કેનેડાના અર્થતંત્રને પહેલાની સ્થિતિમાં આવવામાં વર્ષ ર૦રર સુધીનો સમય લાગશે. કેપીટલ ઈકોનોમિકસમાં એક લેખમાં સ્ટીફન બ્રાઉને મુજબની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતુ કે, પ્રાઈવેટ સેકટરના વધારે પડતા દેવાને કારણે દેશની ઉત્પાદકતા ઉપર અવળી અસર પડી રહી છે. તેમણે એવી આગાહી પણ કરી છે કે, કેનેડાનું અર્થતંત્ર વર્ષે . ટકાના દરે વૃધ્ધિ કરશે અને વર્ષ ર૦૩૦ સુધીમાં ફરીથી પાટા પર આવી શકશેકેનેડાએ આવનારા વર્ષોમાં સરકારી ખર્ચની ખાધનો પણ સામનો કરવો પડશે. દેશની નાણાં ખાધ પણ વધતી રહેશે.