કમૂરતાં બાદ લગ્નમાં 200 મહેમાનની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે
January 13, 2021
.jpg)
ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયા હતા, જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયા હતા. ત્યારે સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે, રોજેરોજ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકાર ઉત્તરાયણ બાદ એટલે કે 15 જાન્યુઆરી પછી કમૂરતાં ઊતરતાં લગ્નમાં 100ની જગ્યાએ 200 મહેમાનની મંજૂરી આપે એવી શક્યતા છે. બીજી બાજુ, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અને રાજકીય તાયફાઓમાં ભીડ ભેગી થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે. હાલમાં રાજ્યમાં ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી અમલમાં છે, એમાં ફેરફાર કરીને રાત્રે 12 વાગ્યાથી કર્ફ્યૂ લાદી શકે છે.
22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યૂ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને 21 સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી.
Related Articles
સુરત: પરિવારના આક્ષેપોએ દીકરીના પતિનો ભાંડો ફોડ્યો, મિત્ર સાથે મળીને ઘડ્યો હતો આ પ્લાન
સુરત: પરિવારના આક્ષેપોએ દીકરીના પતિનો ભા...
Jan 20, 2021
ગુજરાતમાં કોરોનાના 490 પોઝિટિવ કેસ, 2 દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાના 490 પોઝિટિવ કેસ, 2 દર...
Jan 20, 2021
અમદાવાદમાં ઝડપાયું 1,00,00,000 રૂપિયાનું MD ડ્રગ્સ, ATS પણ જોઇ ચોંકી ગઇ
અમદાવાદમાં ઝડપાયું 1,00,00,000 રૂપિયાનું...
Jan 20, 2021
અમદાવાદ IIM માં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી
અમદાવાદ IIM માં વિદ્યાર્થિનીએ ગળેફાંસો...
Jan 20, 2021
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે AC...
Jan 20, 2021
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર પતિનો ભાંડો ફૂટ્યો, મિત્ર સાથે મળીને ગળુ દબાવી હત્યા કર્યા બાદ ટ્રકનું ટાયર ફેરવી દીધેલું
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021