ગુજરાતમાં કોરોનાનો આંકડો 1 લાખ 90 હજારને પાર

November 18, 2020

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1125 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,90,361એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે. જ્યારે 1116 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.45 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 218, સુરત કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 17, આણંદ 17, જામનગર કોર્પોરેશન 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જુનાગઢ કોર્પોરેશન 11, જુનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર કોર્પોરેશન 5, જામનગર 5, છોટા ઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2, નવસારી 2 કેસ સામે આવ્યા છે.