ભારતમાં ૧૫૯ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૭ લાખને પાર

July 07, 2020

૪૬૭ મોત ઃ હજુ સુધીમાં ૧૦૨૧૧૦૯૨ સેમ્પલના ટેસ્ટ થયા જેમાંથી ૬ જુલાઈએ ૨૪૧૪૩૦ સેમ્પલનો ટેસ્ટ થયા


દિલ્હી ઃ ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૨૫૨ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેની સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૭ લાખને પાર થઈ ચૂકી છે. કોવિડ-૧૯ વાયરસના સંક્રમણના કુલ ૭,૧૯,૬૬૫ દર્દીઓની સંખ્યા સાથે રશિયાને પાછળ રાખીને ભારત દુનિયાભરમાં પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયુ છે. દેશભરમાં એક જ દિવસમાં ૪૬૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છ. તેની સાથે મૃત્તકોની કુલ સંખ્યા ૨૦,૧૬૦ થઈ ચૂકી છે.

સ્વાસ્થ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ દેશભરમાં કુલ ૭,૧૯,૬૬૫ પોઝીટીવ કેસોમાંથી ૨,૭૯,૭૧૭ સક્રિય કેસો છે. અત્યાર સુધીમાં ૧,૦૨,૧૧,૦૯૨ સેમ્પલના ટેસ્ટ થઈ ચૂકયા છે. જેમાંથી ૬ જુલાઈએ કુલ ૨,૪૧,૪૩૦ સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિતેલા ૨૪ કલાકમાં પોઝીટીવિટી રેટ ૯.૨૧ છે. ભારતમાં કોરોનાના વાયરસના સંક્રમિતોની સંખ્યા ૧૫૯ દિવસોમાં ૭ લાખને પાર થઈ છે. દેશમાં સતત ૫મા દિવસે ચેપગ્રસ્તોની સંખ્યા ૨૦ હજારથી વધુ રહેવા પામી છે.