ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના

March 03, 2021

અમદાવાદ : બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમા કરવેરામાં કોઈપણ વધારો ન કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાકાળના કારણે લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી છે. જેના કારણે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે.

વિધાનસભા બજેટ 2021-22  

* પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે કુલ રૂ. 8796 કરોડની જોગવાઇ

* ધોરણ 9-1૦માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ.549 કરોડની જોગવાઇ

* 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ

* રાજ્ય સરકાર ઓનલાઈન સેવા, ડેટા રિકરવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ ફાળવશે

* રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ

* નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

* તમામ ગ્રામ પંચાયતોના વોટરવર્ક્સ માટે વિના મુલ્યે વીજળી, રૂ.734 કરોડની જોગવાઈ

* ઈ-રિક્ષા દીઠ 40 હજારની સબસીડી અપાશે

* સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નખાશે

* રાજકોટમાં પીપીપી ધોરણે નવુ બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવા બસ સ્ટેન્ડ બનશે, રૂ.100 કરોડની જોગવાઈ

* અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરાશે, રૂ.87 કરોડની જોગવાઈ

* ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરાશે

* આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે

* નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે

* નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે

* સિરામીક હબ:મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે

* રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

* રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

* જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન

* રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાસે

* કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

* અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ

* ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ

* 2021-22નું 587 કરોડનું પુરાંતવાળું બજેટ

* ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ

* ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ

* વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના

* અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે

* કોરોનાના કારણે સરકારની આવક 40 ટકા ઘટી

* ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ

* ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ

* માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ

* ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે

* અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી

* ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય

* સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

* આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

* આદિજાતિ વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

* મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

* ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે

* શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ

આ વખતનું બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ થવાનું છે. ગુજરાતમાં પ્રજાનો સવાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ બહાર પાડવામાં આવશે.