અમેરિકામાં રેલવે ટ્રેક પર ક્રેશ થયેલું પ્લેન ટ્રેન સાથે અથડાયું; પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પાયલટને બચાવ્યો

January 10, 2022

અમેરિકાના લોસ એન્જલસમાં એક ભીષણ પ્લેન દુર્ઘટનામાં પાયલટને ફિલ્મી અંદાજમાં બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં એક પ્લેન ટેક ઓફ બાદ તરત જ ક્રેશ થઈ ગયુ હતુ. આ નાની સાઇઝનું પ્લેન ટ્રેનના પાટા પર પડ્યું હતું. થોડીક સેકન્ડો પછી, એક હાઇ સ્પીડ ટ્રેને પ્લેનને કચડી નાખ્યું હતુ અને પસાર થઈ ગઈ હતી. જો કે પોલીસે સમયસર પ્લેનમાં ફસાયેલા પાયલટને સુરક્ષીત બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.

આ અદ્ભુત પરાક્રમનો વીડિયો લોસ એન્જલસનાં પોલીસ વિભાગે શેર કરતા લખ્યુ- ફુટહિલ ડિવીજનનાં અધિકારીઓએ ફર્નાંડો રોડ પર રેલવે ટ્રેક પર એક ઈમર્જન્સી લેંડિગ કરનાર પાયલટનો જીવ બચાવીને પરાક્રમનો પરિચય આપ્યો હતો. પાયલટના બચાવની આ ઘટના પ્લેન સાથે ટ્રેન અથડાતા પહેલાની છે.