IPLની મેચ અમદાવાદથી મુંબઈ શિફ્ટ થવાની શક્યતા

May 04, 2021

મુંબઈ  : કોરોના મહામારીના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (2021)ની બાકીની મેચમાંથી મોટાભાગની મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. BCCI સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આ વિશેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમવારે KKRના બે ખેલાડીએ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના કોરોના પોઝિટિવ આવ્યા પછી હોબાળો શરૂ થઈ ગયો છે. RCB અને KKR વચ્ચે થનારી મેચ પણ ટાળી દેવામાં આવી છે.\

BCCI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહના અંતમાં છે IPLને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે, કોલકાતા અને બેંગલુરુમાં મેચ રમવામાં આવશે નહીં. તે સાથે જ પ્લેઓફ સહિત ફાઈનલ મેચ અમદાવાદમાં નહીં થાય. આ બધી જ મેચ મુંબઈમાં જ થશે. જોકે હજી આ વિશે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ત્યારપછી જ કોઈ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવશે.