વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને ઘૂંટણમાં ઈજા, ચાલવા માટે લાકડીનો સહારો લીધો

June 05, 2021

ઓટાવા : કેનેડાના વડાપ્રધાનને વીક એન્ડ દરમિયાન પોતાના સંતાનો સાથે ફિ્રસ્બીની રમત રમતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેથી તેમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. હાલ તેઓ લાકડીના સહારે ચાલી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 
સોમવારે એક ઈવેન્ટમાં તેમણે અશ્વેત એન્ટરપ્રિન્યોર્સ માટેની ફેડરલ લોનની જાહેરાત કરી હતી. તેમના પ્રવકતા એલેકસ વેસ્ટલેન્ડે કહ્યું હતું કે વિકેન્ડમાં વડાપ્રધાન પોતાના પરિવાર સાથે રજા ગાળવા ગયા હતા. ત્યારે સંતાનો સાથે ફિ્રસ્બીની રમત રમતી વખતે તેમને ઘૂંટીમાં ઈજા થઈ હતી. જો કે ઈજા કેટલી ગંભીર છે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે કેટલો સમય તેમણે લાકડીના સહારે ચાલવું પડશે એ જાણી શકાયું નથી. જો કૈ વેસ્ટલેન્ડે કહ્યું હતું કે, વડાપ્રધાનને હવે સારૂં છે અને ડોકટરોની સુચનાનો અમલ કરી રહ્યા છે. ટ્રુડો કેનેડાના બીજા સૌથી યુવાન વડાપ્રધાન છે, જેમણે ર૦૧પમાં પદના શપથ લીધા હતા અને આ વર્ષે ક્રિસમસના દિવસે એ પ૦ વર્ષના થશે.