વડાપ્રધાન આજે રેડિયો દ્વારા દેશને સંબોધન કરશે; મોદી પૂર, કોરોના અને ઓલિમ્પિક પર વાત કરી શકે છે

July 25, 2021

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્યક્રમનો આ 79મો એપિસોડ હશે. આ દરમિયાન PM મોદી દેશના ઘણા વિસ્તારોમાં આવેલા પૂરની સ્થિતિ, કોરોના મહામારી અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેતી ભારતીય ટીમ વિશે વાત કરી શકે છે.

આ પહેલા 27 જૂને મન કી બાતમાં 78માં એપિસોડમાં તેમણે કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને ત્યાં સુધી પહોંચાવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતું કે તેઓ ખેલાડીઓનું મનોબાલ વધારે અને જાણે-અજાણતા પણ તેમની ઉપર દબાણ ન કરવામાં આવે.

PM મોદીએ કહ્યું હતું કે જ્યારે ટેલેન્ટ, સમર્પણ અને ડીટરમિનેશન એક સાથે આવે છે, ત્યારે કોઈ વ્યક્તિ ચેમ્પિયન બને છે. આપણા દેશના મોટાભાગના ખેલાડીઓ નાના શહેરો, જિલ્લા અને ગામોમાંથી બહાર આવે છે. ટોક્યોમાં ભાગ લેનારા ઓલિમ્પિક ટુકડીમાં આવા ઘણા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે 19 મી જુલાઈએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે પ્રસાર ભારતીએ અત્યાર સુધીમાં તેના ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મન કી બાત કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના આંકડા અનુસાર, 2018 થી 2020 દરમિયાન રેડિયો પ્રોગ્રામના દર્શકોની કુલ સંખ્યા લગભગ 6 કરોડથી 14.35 કરોડ જેટલી થવાનો અંદાજ છે.