બેન્કોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છે: નિર્મલા સીતારમણ

February 27, 2020

નવી દિલ્હી : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારી બેંકોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ હતી. એ કામ સમયસર પૂરૂ થઇ જશે.

સરકારે ગયા વરસે દસ સરકારી બેંકોના વિલીનીકરણનો નિર્ણય કર્યો હતો. યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ પંજાબ નેશનલ બેંકનો હિસ્સો બની જશે. આથી પંજાબ નેશનલ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે. 

સિંડિકેટ બેંકને કેનેરા બેંકમાં અને આંધ્ર બેંક તથા કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઑફ ઇન્ડિયામાં ભેળવી દેવાશે.

આમ થવાથી ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને નવા કસ્ટમર આઇડી મળવા ઉપરાંત બેંકના નવા આઇએફએસસી કોડ મળશે. નવી ચેકબુક અને નવી પાસબુક પણ મળશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોના મર્જર અંગે કોઇ અનિશ્ચિતતા નથી. આ કામ ચાલુ છે અને સમયસર પૂરું કરવાની અમારી તૈયારી છે.