નેપાળમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, બિહારમાં પણ જોવા મળી અસર

September 16, 2020

પટના : બિહારમાં આજે સવારે નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. બિહારના સહરસા, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી. સવારે 5:04 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

કાઠમંડૂ પાસે 10 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ પોતાની એક ટ્વીટમાં કહ્યું કે પાલના સિંધુપલચોક જિલ્લામાં આજે સવારે 5:19 વાગે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેપાળના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા.