ચીન સરહદે વાયુસેનાનો હુંકાર, ફોરવર્ડ પોસ્ટ પર અપાચેએ રાત્રે ભરી ઉડાન
July 07, 2020

નવી દિલ્હી : ગાલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઘટી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે અને સોમવારે ચીની સેનાએ પોતાના તંબુ પાછા લેવાનું શરૂ કરી દીધું હતું પરંતુ ભારતે હજુ પણ પોતાનું આકરૂં વલણ જાળવી રાખ્યું છે. લડાકુ હેલિકોપ્ટર અપાચેએ સોમવારે રાતે ભારત ચીન સરહદ પાસે એક ઓપરેશન પાર પાડ્યું હતું. અપાચે, ચિનુક સહિત વાયુસેનાના અનેક વિમાનો મોડી રાતે ઉડાન ભરતા દેખાયા હતા અને તેમણે ચીન પર નજર રાખી હતી.
ભારત-ચીન સરહદ પરના ફોરવર્ડ બેઝ પર અપાચે હેલિકોપ્ટરે મોનિટરિંગ માટે ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેના સતત સરહદ પર અભ્યાસ કરી રહી છે અને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયારી કરી રહી છે. માત્ર અપાચે જ નહીં પરંતુ ચિનુક હેલિકોપ્ટરે પણ તે સ્થળે અભ્યાસ કર્યો હતો. અપાચે હેલિકોપ્ટર સિવાય મિગ-29 સહિત અન્ય અનેક લડાકુ વિમાને અગાઉ લેહના આકાશમાં ઉડાન ભરેલી છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગત વર્ષે જ ભારતીય વાયુસેનાની ફોર્સમાં 8 અપાચે લડાકુ હેલિકોપ્ટર્સે સ્થાન મેળવ્યું હતું અને ત્યાર બાદ સેનાની શક્તિમાં વધારો થયો હતો. અમેરિકી કંપની બોઈંગ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરે છે.
આ હેલિકોપ્ટર્સની મારક ક્ષમતા ખૂબ જ ખતરનાક હોય છે. સાથે જ તેની ડિઝાઈન પણ એવી હોય છે કે તે રડારની પકડમાં નથી આવતા. અપાચે આશરે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે અને 16 એન્ટી ટેન્ક મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટર્સ અટક્યા વગર આશરે ત્રણ કલાક ઉડી શકે છે.
ચીને સોમવારે ગાલવાન ઘાટી પાસેથી પાછીપાની કરી છે. આ એ જ જગ્યા છે જ્યાં બંને દેશની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી અને હવે ચીની સેના આ સ્થળેથી બે કિમી પાછી ગઈ છે. બંને દેશ વચ્ચે સરહદે તણાવ ઘટાડવાનું નક્કી થયું હતું અને આ માટે અજીત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વચ્ચે વાતચીત પણ થઈ હતી.
Related Articles
સાઉદી અરબે ભારતમાં મુસાફરી પર લગાવ્યો પ્રતિબંધ
સાઉદી અરબે ભારતમાં મુસાફરી પર લગાવ્યો પ્...
Sep 23, 2020
હરિયાણામાં દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો ઉપર પોલીસે ટીયર ગેસ છોડ્યો, અનેકની અટકાયત
હરિયાણામાં દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો ઉ...
Sep 23, 2020
ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન પર પણ ચીને સાયબર એટેક કર્યો હતો
ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન પર પણ ચીને...
Sep 23, 2020
ભારતને અમેરિકા વેચશે મહાઘાતક રીપર ડ્રોન, ચીનની સાથે પાક પણ પરેશાન
ભારતને અમેરિકા વેચશે મહાઘાતક રીપર ડ્રોન,...
Sep 23, 2020
લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિ...
Sep 23, 2020
ડ્રગ્સ કેસમાં બોલીવુડ બાદ હવે TV ઇન્ડસ્ટ્રી પર ગર્જી ગાજ, 2 સ્ટાર્સના ઘરે NCBની રેડ
ડ્રગ્સ કેસમાં બોલીવુડ બાદ હવે TV ઇન્ડસ્ટ...
Sep 23, 2020
Trending NEWS

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021