IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ : ઉમરાને 157 KMPHથી બોલ ફેંક્યો

May 06, 2022

સનરાઇઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકે દર વખતે પોતાની ફાસ્ટ બોલિંગથી લોકોને ચોંકાવી દીધા છે. ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં, ઉમરાન મલિકે 157 KMPHની ઝડપે બોલ ફેંક્યો, જે આ સિઝનનો સૌથી ઝડપી બોલ છે. ઉમરાન મલિકે દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લી ઓવર ફેંકી. આ ઓવરનો લગભગ દરેક બોલ 150થી ઉપરની સ્પીડનો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મુલાકાત થઈ. આ મેચમાં ઈતિહાસ સર્જાયો હતો, સનરાઈઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. દિલ્હી કેપિટલ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં ઉમરાન મલિકે 157 KMPHની ઝડપે બોલિંગ કરી હતી. આ સિઝનની સૌથી ઝડપી ડિલિવરી હતી.

જો કે, ઉમરાન મલિક ભલે ફુલ સ્પીડથી બોલિંગ કરી રહ્યો હોય પરંતુ આ ઓવરમાં રનનો પણ ભારે વરસાદ થઈ રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સના રોવમેન પોવેલે 157 KMPH સ્પીડ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. જ્યારે આ આખી ઓવરમાં 19 રન થયા હતા.