UP ચૂંટણી માટે ભાજપે બહાર પાડી બીજી યાદી, 91 ઉમેદવારોની કરી જાહેરાત

January 28, 2022

દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ યુપી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) માટે વધુ એક યાદી બહાર પાડી છે. ભાજપે આ યાદીમાં 91 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 287 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


ભાજપે અલ્હાબાદ પશ્ચિમથી સિદ્ધાર્થનાથ સિંહ, દેવરિયા સદર બેઠક પરથી શલભમણિ ત્રિપાઠી, પ્રયાગરાજ દક્ષિણથી નંદગોપાલ નંદી, બાબાગંજથી કેશવ પાસી, પટ્ટીથી રાજેન્દ્ર પ્રતાપ સિંહ, માંઝપુરથી લાલ બહાદુર, ગુરુપ્રસાદ મૌર્ય, ફુલપુરથી પ્રવીણ કુમાર પટેલ, ફુલપુરથી પ્રવીણ કુમાર પટેલને ઉમેદવાર બનાવ્યા છે. મેજામાંથી નીલમ કારવરિયા, અયોધ્યાના બીકાપુરથી અમિત ચૌહાણ અને રૂદૌલીથી રામચંદ્ર યાદવને ટિકિટ આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીની આ યાદી મુજબ બિસવાંથી નિર્મલ વર્મા, તિલોઈથી મયંકેશ્વર સિંહ, સલોનથી અશોક કોરી, સરેનીથી ધીરેન્દ્ર બહાદુર સિંહ, જગદીશપુરથી સુરેશ કુમાર પાસી, કાદીપુરથી રાજેશ ગૌતમ, ભોગનીપુરથી રાકેશ સચાન, તિન્દવારીથી રામકેશ નિષાદ, નાગેશ પ્રતાપ સિંહને રામપુર ખાસથી ટિકિટ મળી છે.
બીજી તરફ કેસરગંજથી ગૌરવ વર્મા, ભિન્ગાથી પદમસેન ચૌધરી, શ્રાવસ્તી રામ ફેરન પાંડે, તુલસીપુરથી કૈલાશ નાથ શુક્લા, ગૈસડીથી શૈલેષ કુમાર સિંહ, ઉતરૌલાથી રામ પ્રતાપ, બલરામપુરથી પલ્ટુરામ, મેહનૌનથી વિનય કુમાર ત્રિવેદી, કટરા બજારથી બાવન સિંહ, કરનૈલગંજથી અજય કુમાર સિંહ, તરબગંજથી પ્રેમ નારાયણ પાંડે, માનકાપુરથી રમાપતિ શાસ્ત્રી, ગૌરાથી પ્રભાત કુમાર વર્મા અને કપિલવસ્તુથી શ્યામ ધની રાહીને મેદાનમાં ઉતાર્યા છે.


બીજેપીએ કોરાંવથી આરતી કોલ, કુર્સીથી સકેન્દ્ર પ્રતાપ વર્મા, રામ નગરથી શરદ કુમાર અવસ્થી, બારાબંકીથી અરવિંદ મૌર્ય, ઝૈદપુરથી અમરીશ રાવત, દરિયાબાદથી સતીશ ચંદ્ર શર્મા, મિલ્કીપુરથી બાબા ગોરખનાથ, અયોધ્યાથી વેદ પ્રકાશ ગુપ્તા, જલાલપુરથી સુભાષ રાય, બલહાથી સરોજ સોનકર, મટેરાથી અરૂણ વીર સિંહ, મહસીથી સુરેશ્વર સિંહ, પયાગપુરથી સુભાષ ત્રિપાઠીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.


બનસીથી જય પ્રતાપ સિંહ, બહરાઈચથી અનુપમા જયસ્વાલ, કુંડાથી સિંધુજા મિશ્રા, આઝમગઢ સદર સીટથી અખિલેશ મિશ્રા, ગોસાઈગંજથી આરતી તિવારી, ગોંડાથી પ્રતીક ભૂષણ સિંહ, ઈટાવાથી સતીશ ચંદ્ર દ્વિવેદી, ડુમરિયાગંજથી રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ, હરૈયાથી અજય કુમાર સિંહ, કપ્તાનગંજથી ચંદ્ર પ્રકાશ શુક્લા, બસ્તી સદરમાંથી દયારામ ચૌધરી, મહાદેવામાંથી રવિ કુમાર સોનકર, ખલીલાબાદથી અંકુર રાજ તિવારી, ધનઘટાથી ગણેશ ચંદ્ર ચૌહાણ, ફરેન્દાથી બજરંગ બહાદુર સિંહ, પનિયારાથી જ્ઞાનેન્દ્ર સિંહ અને ફતેહ બહાદુર સિંહ કેમ્પિયરગંજમાંથી ટિકિટ મળી છે.


ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ રાજ્યના પશ્ચિમ ભાગના 11 જિલ્લાઓની 58 બેઠકો માટે મતદાન સાથે ચૂંટણીની શરૂઆત થશે. બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ રાજ્યની 55 બેઠકો પર મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ 59 બેઠકો, 23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કામાં 59 બેઠકો, 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કામાં 61 બેઠકો, 3 માર્ચે છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો અને 7 માર્ચે સાતમા તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભા મતવિસ્તાર છે.