કેનેડિયન ઉદ્યોગો અને વ્યવસાયમાં મજૂરોની તંગી સૌથી મોટી સમસ્યા બની, પ્રગતિમાં અવરોધ

October 13, 2021

  • વધારે વેતન, બોનસ અને સાનુકૂળ સમય જેવી ઓફર શરુ કરાઈ
ટોરોન્ટો : કોવિડ-19 રોગચાળાની આર્થિક અસરો કામદારોને શોધવા સંઘર્ષ કરી રહેલા વ્યવસાયોને પરેશાન કરી રહી છે. કારણ કે, વર્તમાનમાં મજૂરોની અછતના કારણે અમુક ક્ષેત્રો ઠપ થઇ ગયા છે. મોટા અને નાના બંને વ્યવસાયોમાં સંચાલકોને સ્ટાફ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. નોકરીદાતાઓ વધારે વેતન, બોનસ અને સાનુકૂળ સમય જેવા વધુ પ્રોત્સાહનો કામદારોને આકર્ષવા માટે આપી રહ્યા છે.  જો કે, જે ઉદ્યોગો મહિનાઓના લોકડાઉન બાદ નુકસાની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે અંગે કેનેડિયન ફેડરેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ બિઝનેસના જેસ્મિન ગુનેટ કહે છે કે, લાભો વિકલ્પ ન હોઈ શકે. ગિનેટે અગાઉ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે "આ સમયે માત્ર 40 ટકા નાના ઉદ્યોગો સામાન્ય વેચાણ કરી રહ્યા છે. તેથી વેતન વધારવું એ બધા વ્યવસાયો માટે શક્ય બાબત નથી.  બિઝનેસ ડેવલપમેન્ટ બેંક ઓફ કેનેડા (BDC) તરફથી ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા નવા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, 64 ટકા કેનેડિયન વ્યવસાયિકો કહે છે કે, મજૂરોની અછત તેમની વૃદ્ધિને મર્યાદિત કરી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડા અનુસાર, 2021ના બીજા ક્વાર્ટરમાં 731,900 નોકરીની જગ્યાઓ હતી. સ્ટેટકેને કહ્યું હતું કે, આ જગ્યાઓ તમામ પ્રાંતોમાં જોઈ શકાય છે. જેમાં સૌથી વધુ વધારે ક્યૂબેક, ઓન્ટેરિયો અને બી.સી.માં એકંદરે, ડેલોઇટ કેનેડા કહે છે કે, 30.3 ટકા કેનેડિયન વ્યવસાયિકો મજૂરોની અછતનો સામનો કરી રહ્યા છે.  ટ્રેવિન સ્ટ્રેટને (આર્થિક સલાહકાર નેતા અને ડેલોઇટ કેનેડાના ભાગીદાર)એ જણાવ્યું કે, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને રિયલ એસ્ટેટ જેવા વર્ક-ફ્રોમ-હોમ મોડેલ તરફ વળવા માટે સક્ષમ એવા ક્ષેત્રોએ સમગ્ર રોગચાળા દરમિયાન "નોંધપાત્ર નોકરી વૃદ્ધિ" જોઈ છે.
સ્ટ્રેટોને મંગળવારે એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, "બીજી બાજુ, આવાસ અને ખાદ્ય સેવાઓ, પરિવહન અને મનોરંજન અને પર્યટન જેવા ભૌતિક હાજરી પર આધાર રાખતા સખત ક્ષેત્રો સુધી વધારે માઠી અસર થઇ છે અને હજુ પણ જ્યાં સુધી આ મહામારી સંપૂર્ણ રીતે સમાપ્ત ના થાય ત્યાં સુધી આ ક્ષેત્રો પર અસર જોવા મળશે.  જ્યારે ઘણા ઉદ્યોગોએ કોવિડ-19 વચ્ચે નિયમિત કાર્યક્ષમતા પર પાછા ફરવા માટે સંઘર્ષ કર્યો છે. ડેટા બતાવે છે કે, આ ક્ષેત્રોમાં કેનેડામાં સૌથી વધુ નોકરીની જગ્યાઓ છે. જેમાં હોસ્પિટાલિટી એન્ડ ફૂડ સર્વિસ, હેલ્થ કેર, મેન્યુફેક્ચરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, રિટેલ ટ્રેડ તથા ટ્રકિંગનો સમાવેશ થાય છે.