સ્ટીલ સેક્ટરને મળશે ૩,૩૪૬ કરોડ રૂપિયાની સહાય

September 27, 2020

નવી દિલ્હીઃ કોરોનાકાળમાં દેશના સ્ટીલ સેક્ટર,જે નિકાસમાં મહત્વનો ફળો ભજવે છે તેને પણ ભારે ફ્ટકો પડયો છે. આ સેક્ટરને રાહત આપવા માટે સરકારે આપેલ સ્કીમનો ઉપયોગ કરીને લોકલ પ્રોડક્શન બૂસ્ટ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. ઈમ્પોર્ટ થતા સ્ટીલ પ્રોડકશનનું ભારણ ઘટાડીને ઘરેલું પ્રોડકશન વધારવા માટે સ્ટીલ મિનિસ્ટરી રૂ. ૩૩૪૬ કરોડની સહાય આપી શકે છે. રાહત પેકેજ હેઠળ, પ્રોડકશન આધારિત ઈન્સેન્ટીવ સ્કીમ(ઁન્ૈં) હેઠળ જે સ્ટીલ પ્રોડક્ટનું દેશમાં ઓછું ઉત્પાદન થાય છે તેને સપોર્ટ આપીને આઉટપુટ વેલ્યૂના ૩થી ૫.૧% સુધીની સહાય સરકાર આપવા જઈ રહી છે. જેને પગલે સ્ટીલ કંપનીઓને રૂ. ૨૭૭૬ કરોડનું પેકેજ મળશે. સ્ટીલ મિનિસ્ટરીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત જાહેરાત સિવાય કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિયન્ટેડ(ઝ્રઇય્ર્ં) સ્ટીલનું ઉત્પાદન દેશમાં વધારવા માટે સરકાર આગામી પાંચ વર્ષ માટે તબક્કાવાર મેન્યુફ્ેક્ચરિંગ પ્રોગ્રામ (ઁસ્ઁ) હેઠળ પણ રૂ ૫૭૦ કરોડનું પ્રોત્સાહન આપવા માટે સરકાર કાર્યરત છે. ભારતે ૨૦૧૯-૨૦માં ૬.૭૭ મિલિયન ટન (સ્્) સ્ટીલની આયાત કરી હતી, જે ૨૦૧૫-૧૬માં ૧૧.૭૧ મેટ્રિક ટનથી નોંધપાત્ર ઓછું છે.