શેરબજાર સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 24400 નજીક પહોંચ્યું

August 06, 2024

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઉછાળા સાથે ખુલ્યા છે. સોમવારે સેન્સેક્સમાં 2200 પોઇન્ટના કડાકા બોલાતા શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો. મંગળવારે શેરબજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ 1000 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

સોમવારે સેન્સેક્સ 78759 અને નિફ્ટી 24055 બંધ થયા હતા. હાલ શેરબજારના રોકાણકારોની ઇઝરાયલ ઇરાન તણાવ અને બાંગ્લાદેશ રાજકીય કટોકટી પર છે. શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 441.86 લાખ કરોડ રૂપિયા હતી.

જ્યારે તેની અગાઉ 2 ઓગસ્ટ, 2024 શુક્રવારના રોજ બીએસઇની માર્કેટ કેપિટલાઇઝેશન 457.16 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારની માર્કેટકેપમાં 15.3 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે