સંક્રમણની બીજી લહેર સામે મહાસત્તા દુનિયાની મહાસત્તાઓ લાચાર

November 21, 2020

નવી દિલ્હીઃ કોરોના ચેપના બીજી લહેર સામે યુરોપ અને અમેરિકા લાચાર બની ગયા છે. અમેરિકા સાથે મેક્સિકોમાં પણ અનેક મોત થઈ રહ્યા છે. મેક્સિકો વિશ્વનો ચોથો સૌથી વધુ મૃત્યું આંકવાળો દેશ બની ગયો છે. બીજી તરફ, યુરોપમાં દર 17 સેકંડમાં એક મોત થઇ રહ્યું છે. યુરોપનાં 53 દેશોમાં, કોરોના ચેપને કારણે દર 17 સેકંડમાં એક દર્દીનું મોત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપિયન ક્ષેત્રના વડા ડો.હંસ ક્લુજે પરિસ્થિતિ વધુ બગડવાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે જો યુરોપનાં 95 ટકા લોકો ફેસમાસ્ક લાગાવશે તો આ દેશોને ફરીથી લોકડાઉનનો સામનો કરવો નહીં પડે. જર્મનીમાં, એક દિવસમાં 22,609 નવા કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયે આવેલા કેસ પ્રમાણમાં વધું છે. બીજી તરફ, બ્રિટનમાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. ત્યાં 24,915 નવા કેસ અને 24 કલાકની અંદર 501 મૃત્યુ થયા છે. ઇંગ્લેન્ડમાં 2 ડિસેમ્બર સુધી લોકડાઉન અમલમાં છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત પછી મેક્સિકો ચોથો દેશ છે જ્યાં કોરોના વાયરસનાં ચેપને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા એક લાખથી વધુ પહોંચી ગઈ છે. અહીં વાયરસથી કુલ મોતની સંખ્યા 1,00,104 થઇ ચુકી છે.
બ્રિટનનાં સ્કોટલેન્ડ વહીવટીતંત્રે સંક્રમણને ફેલાતું રોકવા માટે હુકમ જારી કર્યો છે. આ અંતર્ગત શુક્રવારે છ વાગ્યા પછી સ્કોટલેન્ડથી બ્રિટનના અન્ય ભાગોમાં જવા અથવા ત્યાંથી સ્કોટલેન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરશે તેમને 60 યુરો દંડ ભરવો પડશે.