કૅનેડામાં ટી-૨૦ નાયગ્રા ફેસ્ટ ૧૬મી જુલાઈથી શરૂ થઈ જશે

July 04, 2020

ઓન્ટારિયો : અભૂતપૂર્વ એવા કૅનેડા ક્રિકેટની કાગ ડોળે રાહ જોતા રસિયાઓ માટે આનંદના સમાચાર છે કારણકે નાયગ્રા ક્રિકેટ સેન્ટર ખાતે ૧૬મી જુલાઇથી ટી-૨૦ નાયગ્રા ફેસ્ટની શરૂઆત થશે. સાત દિવસ સુધી ચાલનારી ટી-૨૦ ટુર્નામેન્ટ ૧૨ લિગ મેચિઝને હોસ્ટ કરશે. દિવસનાં ખેલ બાદ એક ક્વૉલિફાયર સેમિ ફાઇનલ ૨૨મી જુલાઇએ સવારે .૩૦એ એટલે કે ભારતીય સમય મુજબ સાંજે .૦૦ વાગે ખેલાશે. ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફિનાલે દિવસે એટલે કે ૨૨મી જુલાઇએ બપોરે ૧૩.૦૦ વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર રાત્રે ૧૦.૩૦ના સમયે રમાશે. તમામ લીગ મેચિઝ કૅનેડિયન સમય અનુસાર સવારે  .૩૦થી  બપોરે ૧૩.૦૦ વચ્ચે ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦અને ૨૧મી જુલાઇના રોજ રમાશે ટુર્નામેન્ટને ક્રિકેટ કાઉન્સિલ ઑફ ઓન્ટારિયો તરફથી માન્યતા મળી છે અને તે નાયગ્રા ક્રિકેટ ક્લબ અને વિરસા ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે રમાનાર છે. ટુર્નામેન્ટનો એક માત્ર હેતુ છે કે ક્રિકેટ રસિયાઓ સુધી ક્રિકેટ ફરી પહોંચાડવું અને સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપી કૅનેડા ક્રિકેટને આગળ ધપાવવું. ચાર ટીમ - વેનકુવર સ્ટાર્સ, મોંકટોન હીરોઝ, ટોરેન્ટો ટાઇગર્સ અને નાયગ્રા વંડર્સ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. કેનેડિયન નેશનલ ટીમનાં કેપ્ટન રિઝવાન ચીમા, ગ્લોબલ ટી-૨૦ ખેલાડીઓ ભુપિંદર સિંઘ અને હર્મનદીપ સિંઘ, કેનેડિયન નેશનલ ખેલાડીઓ નવનીત ધાલીવાલ, રવિન્દ્રપાલ સિંઘ અને સેસિલ પરવેઝ જેવા આઇકોનિક ખેલાડીઓ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટુર્નામેન્ટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કારણકે તે ફરી એકવાર ખેલ-કૂદને પ્રોત્સાહન આપશે જે છેલ્લા ૧૦૦ દિવસથી રોગચાળાને પગલે સાવ થંભી ગઇ છે. કેનેડા ટી-૨૦ ફેસ્ટ પહેલી અધિકૃત ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે લૉકડાઉન બાદ રમાઇ રહી હોય, જ્યારે સંજોગો ફરી પહેલાં જેવા બનવાની બસ શરૂઆત થઇ હોય. ચાહકોને પણ કૅનેડા ટી-૨૦ નાયગ્રા ફેસ્ટ ૧૬મી જૂલાઇથી ૨૨મી જુલાઇ વચ્ચે ચેનલ પાર્ટનર વન સ્પોર્ટ્સ પર જોવા મળશે.