કેનેડાના ક્વેબેક પ્રાંતમાં વેક્સિન નહીં લેનારા પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે, વધતા કેસને અંકુશમાં લેવા મહત્ત્વનું પગલું ભરાયું

January 13, 2022

ક્વેબેક  : કેનેડાના ક્વેબેક પ્રાંતમાં બિન-તબીબી કારણોથી કોવિડ-19 સામે વેક્સિન લેવાનો ઈનકાર કરી રહેલા પુખ્ત વયના લોકો પર કરવેરા લાદવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ અંગે ક્વેબેકના વડા ફ્રેંકોઈઝ લિગોલ્ટે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન નહીં લેનારા એવા લોકો માટેનું આ પરિણામ છે કે જેઓ અમારા હેલ્થકેર નેટવર્ક પર બોજ ઊભો કરી રહ્યા છે. ક્વેબેક પ્રાંતમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એવા સંજોગોમાં વેક્સિન નહીં લેનારા લોકોને કરવેરાના સકંજામાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.

તમે અન્ય દેશો અથવા અન્ય રાજ્યોમાં શું થઈ રહ્યું છે એ જુઓ,જ્યાં દરેક વ્યક્તિ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે અમારા પ્રાંતમાં એવી સ્થિતિ છે કે વેક્સિન નહીં લેનારા લોકો અમારા હેલ્થ કેર નેટવર્ક પર ખૂબ જ મહત્વનું ગણાય એવા બોજની સ્થિતિ સર્જી રહ્યા છે. અહેવાલ પ્રમાણે કેનેડામાં ક્વેબેક પ્રાંત કોરોનાનો સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે. ત્યા છેલ્લા સાત દિવસમાં 93,000 જેટલા સત્તાવાર કેસ નોંધાયા છે.

ક્વેબેકમાં 12 વર્ષ અન વધારે ઉંમર ધરાવતા આશરે 92 ટકા લોકોએ કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. વેક્સિન નહીં લેનારા પાસે કેટલો ટેક્સ વસૂલવામાં આવશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પણ એવું માનવામાં આવે છે કે રકમનું આ પ્રમાણ નોંધપાત્ર હશે.ક્વેબેકમાં વાઈરસના ફેલાવાને અટકાવવા કરવેરા લાદવાનું પગલું ભરવામાં આવી રહ્યું છે. 

આ ઉપરાંત રમત-ગમત તથા શાળામાં વધારાની પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવી છે. અનેક વિસ્તારમાં રાત્રીના દસથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હેલ્થ કોન્ટ્રીબ્યુશન એવા તમામ પુખ્તો પાસેથી વસૂલાત કરવામાં આવશે કે જેમણે વેક્સિન લીધી નથી. હવે અમે તેમની સામે કાર્યવાહી કરી રહ્યા છીએ. જે લોકો વેક્સિન લેવાનો ઈન્કાર કરે છે તેઓ હોસ્પિટલ સ્ટાફ તથા આ પ્રાંતના લોકો માટે આર્થિક રીતે રૂપ બની રહ્યા છે. 90 ટકા પ્રજા 10 ટકા લોકોનો બોજ વહન કરી શકે નહીં.

ગયા સપ્તાહે ક્વેબેકે જાહેરાત કરી હતી કે કેનાબિસ શોપ અને લિકર સ્ટોર્સમાં ગ્રાહકોએ હવે વેક્સિનેશનનને લગતો પૂરાવો રજૂ કરવો જરૂરી બનશે, આ નિર્ણયને પગલે સ્વાસ્થ્ય સત્તાવાળાઓ સમક્ષ વેક્સિનેશન માટે નવા બૂકિંગમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. હવે કરવેરા લાદવાની યોજના રજૂ કરવામાં આવી રહી છે, દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે,