અભિનેત્રી અને TMCની સુંદર સાંસદ સાથે ટેક્સી ડ્રાઈવરે ખરાબ હરકતો કરી

September 15, 2020

કોલકાતાના એક ટેક્સી ડ્રાઇવરની ઉત્પીડનના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી અને સાંસદ બનેલી મીમી ચક્રવર્તીએ આ શખ્સની ધરપકડ કરાવી છે. ટેક્સી ડ્રાઇવર પર મીમી ચક્રવર્તી પર ગંદી ટિપ્પણી કરવાનો આરોપ છે. આ ઘટના સોમવારે બપોરે કોલકાતાના બાલીગંજમાં બની હતી.


મળતા અહેવાલ મુજબ જ્યારે મીમી જીમમાંથી પરત ફરી રહી હતી ત્યારે ટેક્સી ડ્રાઈવરે તેના પર અભદ્ર ટિપ્પણી કરી. તેણે મીમીની કારને ઓવરટેક કરીને ફરીથી આ જ હરકત કરી. આ પછી મીમીએ તેનો પીછો કર્યો અને તેને પકડ્યો. મીમીએ કહ્યું- ‘જ્યારે મે જોયું કે ટેક્સી ડ્રાઈવર મારી કારની બાજુમાં મારી તરફ ઈશારો કરી રહ્યો હતો ત્યારે હું મારી કારમાં હતી. પહેલા મેં તેને ઈગ્નોર કર્યો. પછી તેણે મારી કારને ઓવરટેક કરી અને ફરીથી એવા જ કારનામાં કરવા લાગ્યો. મને લાગ્યું કે જો હું તેની આ હરકતોને અવગણીશ તો તે આવી રીતે બીજી મહિલાઓને પણ કારમાં બેસીને હેરાન કરતો રહેશે. આ કેબ ડ્રાઇવરની કેબમાં તેઓ સુરક્ષિત નથી.