'હનુમાન'નું ટીઝર રિલીઝ, બજરંગબલીની અનોખી શક્તિ જોવા મળશે

November 21, 2022

દિલ્હીઃ તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર પ્રશાંત વર્માને સાયન્સ ફિક્શન, જોંબી અને જાસૂસી જોનરાની ફિલ્મો બનાવવા માટે ઓળખવામાં આવે છે. પરંતુ હવે તે ભારતીય પૌરાણિક કથાઓના શક્તિશાળી કેરેક્ટર્સથી એક સુપરહિરો સિનેમેટિક યુનિવર્સ બનાવવાની તૈયારીમાં છે. તો તેમના આ યુનિવર્સનો ભાગ છે તેમની આગામી ફિલ્મ હનુમાન, જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 


'હનુમાન' પ્રશાંત વર્માની અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મોમાંથી એક હોવાની છે, જેનું સોમવારે યૂટ્યુબ પર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સામે આવેલું આ ટીઝર ખુબ શાનદાર છે.  જેમ નામથી ખ્યાલ આવી રહ્યો છે કે આ ફિલ્મ ભગવાન હનુમાનથી પ્રેરિત છે. સામે આવેલા આ ટીઝરમાં પૌરાણિક દુનિયા અને હનુમાનજીની શક્તિઓની ઝલક જોવા મળી રહી છે. તો બેકગ્રાઉન્ડમાં સંસ્કૃતનું ભજન ચાલી રહ્યું છે, જે ટીઝરને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યું છે.