કોલંબિયા આઈસફિલ્ડમાં થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણની ઓળખ થઈ

July 26, 2020

  • અકસ્માતમાં ઘવાયેલા પૈકી ચારની હાલત ગંભીર, મૃતકોમાં એક ભારતીયનો સમાવેશ
  • ઢળાવવાળા વિસ્તારમાં જ બસ ઉથલીને ૫૦ મીટર ઘસડાયા બાદ પલટી ગઈ હતી
કોલંબિયા : શનિવારે કોલંબિયા આઈસફિલ્ડમાં જાસ્પર અને બાનફ, અલ્ટા વચ્ચે થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણની ઓળખ થઈ હોવાની જાણકારી આપતા સોમવારે આરસીએમપીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓમાં બે મહિલાઓ ત્રીસીના વયજુથની હતી. જે પૈકી એક અલ્બેર્ટાના એડમન્ટનની ર૮ વર્ષીય હતી અને બીજી સાસ્કેચ્વાનના કેનોઈ નેરોઝની ર૪ વર્ષીય મહિલા હતી અને એક પ૮ વર્ષીય પુરૂષ ભારતનો હતો. તેમણે એમ પણ કહ્યુંું હતું કે માર્યા ગયેલાઓના નામ જાહેર નહીં કરવામાં આવે. અકસ્માત નડયો ત્યારે બસમાં ર૭ મુસાફરો હતા. 
એ પૈકીના ચારને ગંભીર ઈજાઓ હોવાથી નાજુક હાલતમાં છે, જયારે એકની હાલત ઘણી ગંભીર હતી. આમ છતાં રવિવારની રાત સુધી એ સ્થિતિ સ્થિર રહી છે. મીડિયાએ સોમવારે એ વાતની પૂષ્ટી કરી હતી કે સાસ્કેચ્વાનની જે મહિલાનું મૃત્યુ થયું હતું તેનું નામ ડીયોને જોસેલિન ડુરોચર હતું એમ એના બોયફ્રેન્ડ ડેવોન અર્નેસ્ટે જણાવ્યું હતું.
ડુરોચર નોર્થ બેટલફોર્ડમાં રહેતી હતી. જે કેનોનલેકની મૂળ રહેવાસી હતી. એ એના બોયફ્રેન્ડ અર્નેસ્ટ સાથે પ્રવાસ માટે નીકળી હતી. જેના છેલ્લા દિવસે આ અકસ્માત સર્જાયો હતો.
આરસીએમપીના જણાવ્યા મુજબ આ બસ ઉથલી પડવાનું કારણ જાણવા મળ્યું નથી. તપાસ કરનારે કહ્યુંું હતું કે તે સમયે ભુસ્ખલન થયું હોવાના કોઈ પુરાવા પણ મળ્યા નથી. બસનું યાંત્રિક પરીક્ષણ કરવામાં આવશે.
આથાબાસ્કા હીમશિખર ઉપર આવેલા જાસ્પર નેશનલ પાર્કની મુલાકાત માટે ધી રેડ એન્ડ વ્હાઈટ મોટી બસો નિયમિત રીતે દોડે છે. શનિવારે બપોરે એ બસ અચાનક રોડ પરથી ઉથલી ગઈ હતી અને પ૦ મીટર જેટલી ધસડાઈને નીચે અટકી ગઈ હતી. બસ ઉંધી વળી ગઈ હતી. 
આરસીએમપીના જણાવ્યા મુજબ એ બસને જયાં છે ત્યાંથી ખસેડવા માટે દિવસો લાગશે. જયાં આ દુર્ઘટના બની છે એ વિસ્તાર ઘણો ઢોળાવવાળો હોવાથી બચાવ કામગીરી પણ મુશ્કેેલ બની હતી. 
બાનફ જાસ્પર કલેકશનના પ્રેસીડેન્ટ ડેવ મેકકેનાએ કહ્યુંું હતું કે, તેમની કંપની આવી બસ ટુરની સુવિધા પુરી પાડે છે અને તેમની પાસે રર વાહનોનો કાફલો છે. તેઓ આ ઘટનાની તપાસમાં સત્તાવાળાઓને પુરો સહકાર આપશે. તેમણે કહ્યુંું હતું કે તેમના વાહનોની ગતિમર્યાદાને ૪૦ કિ.મી. પ્રતિ કલાક જેટલી જ રાખવામાં આવી છે.