લોકડાઉનમાં શરૂ થયો ઓનલાઇન સારવારનો ટ્રેન્ડ, હોસ્પિટમાં ભીડ થઇ અડધી

May 21, 2020

અમદાવાદ :  ચીનના વુહાન શહેરમાંથી શરુ થયેલો કોરોના વાઇરસ આજે સમગ્ર દુનિયામાં મહામારીનું સ્વરુપ ધારણ કરી લીધું છે. કોરોના વાયરસના કારણે આજે અડધી દુનિયાના લોકો લોકડાઉનના કારણે પોતાના ઘરમાં કેદ છે. એવામાં લોકોની નિર્ભરતા ઇન્ટરનેટ પર છે. 

સ્કૂલ, કોલેજના ક્લાસ પણ ઓનલાઇન ગોઠવાઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે એક નવો ટ્રેન્ડ ટેલિમેડિસિનનો શરુ થયો છે. આજકાલ આ શબ્દ ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે ત્યારે આવો જાણીએ શું છે ટેલિમેડિસિન.

ટેલિમેડિસિનનો મતલબ ફોન કે વીડિયો કોલ પર સારવાર કરવી. લોકડાઉનની સ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ટેલિમેડિસિનની સલાહ આપી છે, જેથી હોસ્પિટલમાં લોકો ઓછા ભેગા થાય. ભારતમાં પણ ટેલિમેડિસિનનો ટ્રેન્ડ શરુ થઇ શકે છે. 

સ્વાસ્થ્ય મંત્ર્યાલયે નીતિ આયોગ સાથે મળી ગત મહિને જ ટેલિમેડિસિનને લઇને એક ગાઇડલાઇન જારી કરી છે. જેના અંતર્ગત ટેલિમેડિસિન વડે ફક્ત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર જ સારવાર કરી શકે છે. તેમાં ડોક્ટર વીડિયો, ટેક્સ્ટ મેસેજ, ઇમેલ અને ઓડિયો કોલો વડે દર્દીની સારવાર કરી શકે છે. સરકારની ગાઇડલાઇને ટેલિમેડિસિન સ્ટાર્ટઅપ્સને એક નવી દિશા આપી રહીં છે.

ગત વર્ષે મેકકિંસી ડિજિટલ ઇન્ડિયાએ પોતાનો રિપોર્ટ જારી કર્યો હતો જે અનુસાર ટેલિમેડિસિન મોડલના કારણે હોસ્પિટલ આવતા દર્દીની સંખ્યા અડધી થઇ શકે છે, કારણકે હોસ્પિટલ જઇ ડોક્ટરથી પાસે જઇ બતાવાને બદલે ઘર પર બેઠા ફોન પર સલાહ લેવામાં 30 ટકા ઓછો ખર્ચ આવે છે. એક અનુમાન છે કે ટેલિમેડિસિનના કારણે 2025 સુધી 300થી 375 અબજ રુપિયાની બચત થઇ શકે છે. શરુઆતના તબક્કામાં જ ભારત ટેલિમેડિસનના મામલે દુનિયાના ટોપ 10 દેશની યાદીમાં સામેલ થઇ ગયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 1970માં પહેલીવાર ટેલિમેડિસિન એટલે દૂરથી ઇલાજ શબ્દનો પ્રયોગ થયો હતો. તે સમય ફોન પર લક્ષ્ણના ધારા પર બીમારીની ઓળખ કરી તેની સારવાર કરવાની શરુઆત થઇ હતી. ટેલિમેડિસિમાં વીડિયો કોલિંગ વડે પણ દર્દીને જોવામાં આવે છે અને બ્લડ પ્રેશર મોનિટરના ડેટાના આધાર પર દવા આપવામાં આવે છે. આમ ટેલિમેડિસિનમાં ડોક્ટર દૂર બેસીને દર્દીની સરવાર કરવાનો પ્રયાસ કરે છે. કોરોનીની મહામારીમાં આવું થઇ રહ્યું છે. ચેટબોટથી લોકો લક્ષણો બતાવી કોરોનાના લક્ષ્ણોની માહિતી મેળવી રહ્યાં છે.